મોદી સરકાર કિસાનોની પીઠ પર ખંજર ભોંકી રહી છે: કોંગ્રેસ
નવીદિલ્હી, કિસાન આંદોલનોને લઇ કોંગ્રેસના નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ આજે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે સુરજેવાલાએ ટ્વીટ કરી કહ્યું કે મોદી સરકાર રાજનૈતિક રીતે બેઇમાન કિસાનની પીઠમાં છુરો ધોંપી રહી છે.
તેમણે કહ્યું કે દેશમાં ભાજપ સરકાર નહીં કંપની રાજ છે. સંધર્ષ જ તેની સારવાર છે.રાજનૈતિક લોલીપોપ અને ઝુનઝુને પકડાવવાની જગ્યાએ ત્રણેય ખેતી વિરોધી કાનુન ખતમ કરે મોદી સરકાર,
કોંગ્રેસ નેતાએ કહ્યું કે કાલે જયારે કિસાન સંગઠનોને વાતચીત માટે બોલાવવામાં આવ્યા તો અમને બધાને આશા હતી કે મોદી સરકાર કિસાનોનો અવાજ સાંભળશે અને ત્રણ કૃષિ કાનુન વિરોધી કાનુનોને ખતમ કરવાની જાહેરાત કરશે પરંતુ કૃષિ મંત્રીએ વિશેષ સમિતિનો જુમલો રજુ કરી કિસાનોની આંખમાં ધૂળ નાખવાનું કામ કર્યું.
તેમણે કહ્યું કે જયારે કોંગ્રેસ અને વિરોધ પક્ષોએ દેશની સંસદમાં આ કાનુનનો વિરોધ કર્યો અને તેને સંસદની વિશેષ સમિતિમાં મોકલવાની માંગ કરી તો મોદી સરકારે તે માંગને કેમ સ્વીકારી નહીં. શું જાે કામ વિશેષ સમિતિ કરશે તે સંસદની વિશેષ સમિતિએ કરવું જાેઇતુ ન હતું.
સુરજેવાલાએ કહ્યું કે શું વડાપ્રધાન અને ભાજપ સરકાર બતાવશે કે ત્રણ ખેતી વિરોધી કાનુનો પર વિચાર કરવા માટે કાનુન બનાવતા પહેલા આ સમિતિ કેમ બનાવવામાં આવી નહીં મોદીસરકારે આ કાળા કાનુન ચોર દરવાજાથી અધ્યાદેશ બનાવી કેમ લઇને આવી.
તેમણે કહ્યું કે મોદી સરકારે આ ત્રણેય બિલ લાવીને મુડીપતિઓના લાભ માટે કામ કર્યું છે જયારે કિસાનો માટે આ બિલ નુકસાનકારણ છે.મોદી સરકાર યુવાનો,કિસાનો,મહિલાઓ માટે કામ કરી રહી નથી ફકતને ફકત તેમના ખાસ નજીકના બે ત્રણ ઉદ્યોગપતિ મિત્રો માટે કામ કરી રહી છે.મોદીએ વચન આપ્યું હતું કે કિસાનોની આવક બેગણી કરવામાં આવશે પરંતુ આ ત્રણ બિલ લાવીને તેમણે કિસાનોને રોડ પર લાવી દેવાની યોજના બનાવી લીધી છે.HS