સુષ્મા સ્વરાજે વિદેશોમાં રહેતા ઘણાં ભારતીયોને બચાવ્યા હતા
મોદી સરકારના પ્રથમ કાર્યકાળ સમયે વિદેશ પ્રધાન રહેલા સુષ્મા સ્વરાજની કામગીરી સૌ કોઈ યાદ કરી રહ્યા છે. તેઓએ વિદેશ પ્રધાન તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન માત્ર વિદેશમાં ભારતની શાખ વધારી જ નથી. પરંતુ તેઓ વિદેશમા વસતા ભારતીયો માટે સંકટ મોચક પણ બની રહ્યા.
તેમણે ભારતીયો માટે સંકટ મોચક બનીને કરેલા ચાર મહત્વના નિર્ણય પર નજર કરીએ તો… યમનમાં જ્યારે હૂથી વિદ્રોહીઓ અને સરકાર વચ્ચે જંગ ચાલતી હતી. ત્યારે ત્યાં હજારો ભારતીયો ફસાયા હતા. અને તે સમયે યમનમાં વસતા ભારતીયોએ સુષ્મા સ્વરાજને બચાવવા માટે અપીલ કરી હતી. જે બાદ સુષ્મા સ્વરાજે ઓપરેશન રાહત ચલાવ્યુ અને સાડા પાંચ હજારથી વધુ લોકોને બચાવ્યા. જેમાં ભારત સિવાય 41 દેશોના નાગરિકો સામેલ હતા. આ ઓપરેશન રાહતમાં 4640 ભારતીયો હતા.