Western Times News

Gujarati News

અમેરિકાના દંપત્તિનું કોરોના સંક્રમણથી એક જ દિવસે મોત

Files Photo

વોશિંગ્ટન, કોરોના વાયરસની મહામારીના કારણે દેશ-વિદેશમાં ઘણાં લોકોના મોત થયા છે. ત્યારે અમેરિકાના મિશિગનમાં એક વૃદ્ધ કપલનું કોરોનાના કારણે એક જ દિવસે મોત થયું હોવાની ઘટના જાણવા મળી છે. આજથી ૪૭ વર્ષ પહેલા આ કપલના લગ્ન થયા હતા અને તેઓ બંનેના એક જ દિવસે કોરોનાના કારણે મોત થયા છે. સરેરાશ ૭૫ વર્ષની ઉંમર ધરાવતા આ દંપતિનું એક જ દિવસે કોરોનાના કારણે મોત થયું છે.

આ દંપતિના પરિવારનું એવું માનવું છે કે તેઓ બહાર રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા હતા અને ત્યાં તેઓ કોરોના સંક્રમિત થયા હોય એવું બની શકે. આ કારણે અન્ય લોકોને પણ વાયરસથી સાવધાન રહેવા અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું તેમણે જણાવ્યું છે. આ પતિ-પત્ની છેલ્લા ૪૭ વર્ષથી એકસાથે હતા અને હવે કોરોનાના કારણે તેમનું એક જ સમયે મોત નીપજ્યું છે.

આ દંપતિના મૃત્યુ વિશે હોસ્પિટલના સ્ટાફનું કહેવું છે કે તેઓના મૃત્યુ એક જ સમયે થયા છે. આ વૃદ્ધ દંપતિના દીકરીએ જણાવ્યું કે તેઓનું મોત રોમિયો અને જુલિયટની વાર્તા પ્રકારે થયું છે. આ વૃદ્ધ દંપતિ પૈકી પત્નીએ ૩૫ વર્ષ સુધી નર્સ તરીકે કામ કર્યું હતું જ્યારે પતિ ટ્રક ડ્રાઈવર હતા અને અગાઉ અમેરિકન નેવી સાથે જોડાયેલા હતા. તેઓના લગ્ન વર્ષ ૧૯૭૩માં થયા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.