Western Times News

Gujarati News

હિંદવેરે એપ દ્વારા સંચાલિત કરી શકાય તેવા વોટર પ્યુરીફાયર અને એર પ્યુરીફાયર લોન્ચ કર્યા

નવી દિલ્હી, હિંદવેર એપ્લાયન્સિસના નિર્માતા સોમાણી હોમ ઇનોવેશન લિમિટેડે ભવિષ્યલક્ષી, ઇન્ટેલિજન્ટ અને કનેક્ટેડ હોમ એપ્લાયન્સિસ –ElaraiPro Water purifier અને Hindware AgnisiPro Air purifierના ઉમેરા સાથે તેના ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઇઓટી) પ્રોડક્ટ પોર્ટફોલિયોને વિસ્તાર્યો છે. આ પ્રોડક્ટ્સની કિંમત અનુક્રમે રૂ. 18,990 અને રૂ. 16,990 છે તથાEvok.inઅને અગ્રણી ઇ-કોમર્સ વેબસાઇટ – એમેઝોન ઇન્ડિયા તેમજ દિલ્હી/એનસીઆરના પસંદગીના રિટેઇલ સ્ટોર્સ ઉપર ઉપલબ્ધ બનશે.

ગત વર્ષે હિંદવેર એપ્લાયન્સિસ તેની આઇપ્રો પ્રોડક્ટ રેન્જ સાથે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઇઓટી) સક્ષમ સ્માર્ટ એપ્લાયન્સિસ સેગમેન્ટમાં પ્રવેશ્યું હતું, જેથી અદ્યતન ટેક્નોલોજી સાથે ગ્રાહકોને ઉન્નત અનુભવ પ્રદાન કરી શકાય. આઇપ્રો શ્રેણી (Achelous Premium iPro’ water purifier, ‘OptimusiPro’ chimney and ‘OndeoEvoiPro’ water heater)હવે એમેઝોન એલેક્સા ફીચર સાથે અપગ્રેડ કરવામાં આવ્યાં છે, જેથી વોઇસ કમાન્ડના ઉપયોગથી સંપૂર્ણ હેન્ડ્સ ફ્રી અનુભવ આપી શકાય.

તમામ આઇઓટી સક્ષમ સ્માર્ટ હિંદવેર એપ્લાયન્સિસ કોઇપણ સમયે કોઇપણ જગ્યાએથી હિંદવેર એપ્લાયન્સિસ એપ દ્વારા સરળતાથી સંચાલિત કરી શકાય છે, જે યુઝર્સને દૂર રહીને પ્રોડક્ટના સંચાલન, દેખરેખ અને નિયંત્રણમાં મદદરૂપ બનવાની સાથે-સાથે ટ્રબલશુટ અને બટનના ટચ સાથે સર્વિસ રિકવેસ્ટ રજીસ્ટર કરવામાં સહાયક બનશે. વધુમાં યુઝર્સ પ્રોડક્ટ સાથે ઇન-બિલ્ટ એમેઝોન એલેક્સા ફીચરથી સંપૂર્ણપણે હેન્ડ્સ-ફ્રીની અનુકૂળતા પ્રાપ્ત કરી શકે છે.

હિંદવેર ElaraiPro water purifier અદ્યતન કોપર+ ટેક્નોલોજી ધરાવે છે, જે પર્યાપ્ત માત્રામાં કોપર આઇકોનને એક્ટિવેટ કરીને પાણીને શુદ્ધ કરવાની સાથે પાણીમાં હાનિકારક બેક્ટેરિયા, માઇક્રોબેસ અને ફંગીને મારે છે. તેનાથી પાણી અશુદ્ધિઓ મુક્ત અને ખનિજોથી સમૃદ્ધ બને છે.

આ સ્માર્ટ પ્યુરિફાયર આરોગ્યપ્રદન જીવનશૈલી માટે શુદ્ધ કરેલા પાણીમાં રિયર-ટાઇમ ટીડીએસની જાણકારી આપે છે અને પરિવારના દૈનિક વપરાશ ઉપર દેખરેખ રાખે છે.

એપ્લાયન્સ હિંદવેરની મોબાઇલ એપ સાથે જોડાયેલુ હોય છે અને સમયસર બદલવા માટે ફિલ્ટરની આવરદા અંગે માહિતી આપે છે. વોટર પ્યુરિફાયરમાં વાઇ-ફાઇ ડાયરેક્ટ ટેક્નોલોજી ઘરે એક્ટિવ ઇન્ટરનેટ કનેક્શન વિના પણ કમ્યુનિકેશન સક્ષમ બનાવે છે. આ સ્માર્ટ 7 સ્ટેજ પ્યુરિફિકેશન એક્સપર્ટમાં ઇન-ટેન્ક યુવી એલઇડી પણ છે, જેથી યુઝર્સ 100 ટકા શુદ્ધ પાણી મેળવે.

હિંદવેરનુંAgnisiPro air purifier પણ વાઇ-ફાઇ ડાયરેક્ટ ફીચર ધરાવે છે અને ઇન્ટેલિજન્ટ જીયો ફેન્સિંગ ટેક્નોલોજીથી સજ્જ છે, જે  તમારા ઘરની આસપાસના 4-5 કિમી વિસ્તારમાં તમારા મોબાઇલની ઓળખ કરે છે અને પ્રી-સેટ કમાન્ડ પર્ફોર્મ કરે છે. હાઇ ગ્રેડ ‘True HEPA Filter’ અને ‘4D Suction technology’થી સજ્જ હિંદવેર AgnisiPro air purifier ધૂળ, કણ, એલર્જન અને વાઇરસ જેવાં 99.95 ટકા કણો દૂર કરે છે

તેમજ તે પીએમ2.5 કરતાં પણ આઠગણા એકદમ નાના કણોને ખુબજ ઝડપથી ફિલ્ટર કરવા માટે સમર્થ છે. આ સ્માર્ટ એર પ્યુરિફાયર રિયલ-ટાઇમ પીએમ 2.5 મીટર, એર ક્વોલિટી ઇન્ડિકેટર, ફિલ્ટર લાઇફ, શિડ્યુલર, સ્લીપ મોડ, ઓટો મોડ વગેરે જેવાં અનુકૂળ ફીચર્સ ધરાવે છે, જેનું સરળતાથી સંચાલન કરી શકાય છે તેમજ મોબાઇલ એપ અથવા એમેઝોન એલેક્સા અથવા એર પ્યુરિફાયરની ટચ પેનલનો ઉપયોગ કરીને એડજસ્ટ કરી શકાય છે.

સોમાણી હોમ ઇનોવેશન લિમિટેડ (એસએચઆઇએલ)ના સીઇઓ અને હોલટાઇમ ડાયરેક્ટર રાકેશ કૌલે જણાવ્યું હતું કે, “ઝડપી ડિજિટલ સ્વિકાર્યતા, દૈનિક જીવનમાં ઇન્ટરનેટના ઉપયોગમાં વધારો તથા વાજબી કિંમતે સ્માર્ટ ઉપકરણોની ઉપલબ્ધતાને કારણે ભારત આઇઓટી પ્રોડક્ટ્સ માટેના કેન્દ્ર તરીકે ઉભર્યું છે. વર્તમાન ઇકોસિસ્ટમ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઇઓટી)ની અમલીકરણને બળ આપી રહી છે, જ્યાં દરેકવસ્તુ કનેક્ટેડ છે. સ્માર્ટ, રિમોટ-કંટ્રોલ્ડ અને કનેક્ટેડ એપ્લાયન્સિસથી અમે પ્રોડક્ટની પૂરી આવરદા સુધી ગ્રાહકો સાથે સંપર્કમાં રહી શકીએ છીએ.

વધુ બે આઇઓટી પ્રોડક્ટ્સના ઉમેરા સાથે અમે ભવિષ્યલક્ષી ઉપકરણ અને ઉકેલો પ્રદાન કરીને ટેક્નોલોજીને વધુ વ્યાપક કરવાની અમારી પહેલને મજબૂત કરી રહ્યાં છીએ. ઘર અથવા કાર્યસ્થળ ઉપર કનેક્ટેડ ડિવાઇસિસ અને આઇઓટી ટેક્નોલોજીની સંભાવનાઓ અનંત છે અને અમે માર્કેટમાં આ પ્રકારની વધુ સ્માર્ટ પ્રોડક્ટ્સ લાવવા ઉપર કામ કરી રહ્યાં છીએ.”

તેમણે ઉમેર્યું હતું કે, “અમારી વ્યાપક ઉપસ્થિતિ અને ઉદ્યોગના અનુભવ અમને ઘર માલીકો અને ગ્રાહકોની ઉભરતી જરૂરિયાત સાથે જોડી રાખે છે. અમે જીવનને વધુ સમૃદ્ધ બનાવવા ટેક્નોલોજી અને માર્કેટિંગ નિપૂંણતાનો ઉપયોગ કરીએ છીએ. અમારા ડિજિટલ એન્જિન્સ ગ્રાહકોના ડેટાને આધારે જરૂરી પગલા ભરવામાં ઉપયોગી બને છે. અમારી આઇઓટી પ્રોડક્ટ્સથી લઇને ઓટોમેટ એપ્લાયન્સ કંટ્રોલના લોન્ચથી નવી ઓફરિંગ્સ સાથે અમારા પ્રોડક્ટ્સની શ્રેણી મજબૂત બની છે તથા તેણે ડિજિટલ ક્ષેત્રે અમારી હાજરી મજબૂત થઇ છે.”

એકીકૃત આઇપ્રો કસ્ટમર પ્રોડક્ટ્સની ભવિષ્યલક્ષી શ્રેણી સાથે હિંદવેર એપ્લાયન્સિસ ઝડપથી ઉભરી રહેલાં આઇઓટી સેગમેન્ટમાં પ્રવેશી રહ્યું છે તથા આઇઓટી ઇકો સિસ્ટમ – હિંદવેર કનેક્ટ દ્વારા સ્માર્ટહોમના નિર્માણ માટેનો માર્ગ મોકળી કરી રહ્યું છે. સ્માર્ટ હોમ ઓટોમેશનના યુઝર્સ માટે પ્રીમિયમ પ્રોડક્ટ્સ વિકસાવવામાં આવી છે. દરેક પ્રોડક્ટ સ્માર્ટ ઓટોમેશન સાથે જીવનને સરળ બનાવે તે પ્રકારે ડિઝાઇન કરાઇ છે તથા જીયો-ફેન્સિંગ અને વાઇ-ફાઇ ડાયરેક્ટ જેવી બેજોડ વિશેષતાઓ ઓફર કરે છે તથા સ્માર્ટ એપ્લાયન્સિસમાં એલેક્સા કંટ્રોલ્ડ પ્રદાન કરે છે.

હિંદવેર એપ્લાયન્સિસ ભારતમાં આઇઓટી સક્ષમ કનેક્ટેડ એપ્લાયન્સિસની સૌથી મોટી 8ણી સાથે ઝડપથી વૃદ્ધિ સાધતી કન્ઝ્યુમર પ્રોડક્ટ કંપની પૈકીની એક છે, જે વોટર હીટર્સથી લઇને વોટર પ્યુરિફાયર્સ, એર કૂલર્સ, એર પ્યુરિફાયર્સ, ફેન અને કિચન એપ્લાયન્સિસની વિશાળ શ્રેણી ગ્રાહકોને ઓફર કરે છે. તે આજના આધુનિક ગ્રાહકોની જીવનશૈલીને અનુરૂપ છે અને ભારતમાં ઘરને સારું બનાવવામાં યોગદાન આપે છે.

હાલમાં સોમાણી હોમ ઇનોવેશન લિમિટેડ (એસએચઆઇએલ) સમગ્ર ભારતમાં 9250થી વધુ રિટેઇલ આઉટલેટ્સ, 700થી વધુ ડિસ્ટ્રિબ્યુટર પાર્ટનર્સ અને 800થી વધુ મોર્ડન રિટેઇલ સ્ટોર્સનું નેટવર્ક ધરાવે છે. તાજેતરમાં કંપનીએ વોટર પ્યુરિફાયર્સ, વોટર હીટર્સ, એર પ્યુરિફાયર્સ અને ચીમનીમાં આઇઓટી સક્ષમ એપ્લાયન્સિસમાં તેની પ્રોડક્ટ કેટેગરીનું વિસ્તરણ કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.