Western Times News

Gujarati News

અભિનેતા સલમાન ખાન જલદી મિત્ર બનાવી શકતો નથી

મુંબઈ: સલમાન ખાનને ફેન્સ તરફથી ખૂબ પ્રેમ મળે છે તેમાં કોઈ શંકા નથી. દુનિયાભરમાં સલમાનના ચાહકો છે. સલમાન દિલથી મિત્રતા નિભાવવા માટે જાણીતો છે. હાલમાં જ તેણે મિત્રતા વિશે વાત કરી છે. સલમાનના કહેવા પ્રમાણે, તે મિત્રતા કરવામાં ઘણો સમય લગાડે છે. તેના બધા મિત્રો ૨૦-૩૦ વર્ષ જૂના છે. રિપોર્ટ પ્રમાણે, સલમાને એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેને મિત્રો બનાવવામાં ખૂબ વાર લાગે છે માટે જ તેના બધા મિત્રો ૨૦-૩૦ વર્ષ જૂના છે. જે નવા લોકો આવ્યા છે તેમની સાથે સારા સંબંધો છે

પરંતુ એટલા નિકટ નથી જેટલા તેના ૪-૫ મિત્રો છે. સલમાને કહ્યું, પહેલા તો બધા લોકો સારા લાગે છે અને પછી તમને એકબીજાના ગુણ-દોષ દેખાવા માંડે છે. જો તમને તે ખામીઓથી વાંધો ના હોય તો કોઈ મુશ્કેલી નથી નડતી કારણકે તેમના ગુણ નબળાઈઓથી હજાર ગણા વધુ સારા હોય છે. માટે જ જો તમે ખામીઓ સ્વીકારી લો છો તો તમને પરેશાની નથી થતી. કેટલાક લોકો એવા હોય છે જે ખામીઓ નથી સ્વીકારી શકતા અને કેટલીક મિત્રતા એટલી મજબૂત નથી હોતી માટે તેની જરૂર રહેતી નથી.

ધીમે-ધીમે લોકો પોતાના રસ્તે જતા રહે છે અને હવે આ બાબતો પરેશાન કરે છે. એક પોઈન્ટ પછી એ લોકો તમારી નજરોથી દૂર થઈ જાય છે અને પછી મગજમાંથી નીકળી જાય છે. સલમાને પોતાના ગુસ્સા વિશે પણ ઈન્ટરવ્યૂમાં વાત કહી હતી. ભાઈજાને સ્વીકાર્યું કે તેને ગુસ્સો આવે છે અને તેના મતે આ જરૂરી પણ છે. સલમાને કહ્યું, ગુસ્સો કરવો ખોટો નથી. મારો સ્વભાવ ગુસ્સાવાળો નથી પરંતુ મને નાની-નાની બાબતો પરેશાન કરે છે.

જેમકે, કોઈ મોડું આવ્યું અથવા શૂટિંગ શરૂ થવામાં વાર થઈ. હું લોકોને કહું છું કે આસપાસ જુઓ આપણે કેટલા નસીબદાર છીએ, કેટલી સગવડો છે. આપણે આપણી પાસે જે કંઈ છે તેના માટે કૃતજ્ઞ હોવું જોઈએ. વર્કફ્રંટની વાત કરીએ તો સલમાન ખાન પ્રભુદેવાની ફિલ્મ રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ, કિક ૨ અને કભી ઈદ કભી દિવાળીમાં જોવા મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.