દેશના ટોપ-10 પોલીસ મથકો જાહેર, ગુજરાતનુ એક પણ નહીં
નવી દિલ્હી, દેશના કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દેશના ટોપ ટેન પોલીસ મથકોનુ લિસ્ટ જાહેર કરવામાં આવ્યુ છે.જેમાં ગુજરાતના એક પણ પોલીસ મથકનો સમાવેશ થયો નથી. જે ટોપ 10 પોલીસ મથકોની જાહેરાત થઈ છે તે તમામ અલગ-અલગ રાજ્યના છે.જેમાં મણીપુરના પોલીસ મથકને દેશના નંબર વન પોલીસ મથકનુ સ્થાન ણળ્યુ છે.જ્યારે બીજા અને ત્રીજા નંબર પર તામિલનાડુ અને અરુણાચલ પ્રદેશના પોલીસ મથક છે.
1 નોંગપોક સેમકઈ(મણીપુર), 2 સુરમંગલમ, તામિલનાડુ, 3 ખરસાંગ, અરુણાચલ પ્રદેશ, 4 ઝીલમીલ, છત્તીસગઢ, 5 સંગુએમ ગોવા, 6 કાલિઘાટ, આંદામાન, નિકોબાર ટાપુ, 7 પોકયોંગ, સિક્કિમ, 8 કાંઠ, યુપી, 9 ખાનવેલ, દાદરા નગર હવેલી, 10 જમ્મીકુટા ટાઉન, તેલંગાણા.
ઉલ્લેખનીય છે કે, 2015માં પીએમ મોદીએ આ લિસ્ટ દર વર્ષે બહાર પાડવાની શરુઆત કરી હતી.પોલીસ સ્ટેશનોની ગ્રેડિંગ માટે મંગાવાતી જાણકારીના આધારે તેમનુ મુલ્યાંકન કરાયા છે.જેમાં સંપત્તિને લગતા અપરાધોનુ સમાધાન, મહિલાઓને લગતા અપરાધોનુ સમાધાન, નબળા વર્ગો સામેના અપરાધોનુ સમાધાન, પોલીસ મથકમાં ફરિયાદી માટે સુવિધાઓ, લોકો પ્રત્યે પોલીસ કર્મીઓનો વ્યવહાર વગેરે ધારાધોરણોને ગણતરીમાં લેવામાં આવે છે.