Western Times News

Gujarati News

હું ફરી 2024માં પ્રમુખપદની ચૂંટણી લડીશ, ચીન મારી હારથી ખુશ છેઃ ટ્રમ્પ

વોશિંગ્ટન, અમેરિકાની ચૂંટણી હારી ચુકેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં મંગળવારે યોજાયેલી ક્રિસમસ પાર્ટીમાં ભાગ લીધો હતો.

ટ્રમ્પે આ દરમિયાન ચૂંટણીમાં ગરબપડ કરવામાં આવી હોવાના આરોપોને ફરી દોહરાવ્યા હતા અને સંકેત આપ્યો હતો કે, 2024માં થનારી રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં હું ઝુકાવીશ.ટ્રમ્પે કહ્યુ હતુ કે, મારી લડાઈ ભવિષ્યમાં થના્રી ચૂંટણી પરથી લોકોનો ભરોસો ના ઉઠી જાય તે માટે છે.

વોટિંગ પ્રોસેસ પર આરોપ લગાવીને ટ્રમ્પે કહ્યુ હતુ કે, કેટલાક મહત્વના રાજ્યોમાં મતોની ગણતરી પૂરી થતા પહેલા જ ડેમોક્રેટિક પાર્ટીના સમર્થકોએ ઉજવણી શરુ કરી દીધી હતી.જેના કારણે મને મત આપનારા કરોડો લોકોના સન્માનને પણ ઠેસ પહોંચી છે.

 

ક્રિસમસ પાર્ટીમાં રિપબ્લિકન પાર્ટીના કેટલાક સિનિયર આગેવાનો પણ સામેલ થયા હતા.આ પાર્ટીમાં મીડિયાને એન્ટ્રી નહોતી અપાઈ પણ ફેસબૂક લાઈવ દ્વારા આ ઈવેન્ટને યુઝર્સ સુધી પહોંચાડવામાં આવી હતી.આ દરમિયાન ટ્રમ્પે કહ્યુ હતુ કે, જો બાઈડેનની પાર્ટી ભ્રષ્ટ પાર્ટી છે અને વોટિંગના ગોટાળામાં સામેલ છે.વોટિંગ ગોટાળાના પૂરાવા પણ મારી પાસે છે.આટલા મોટા પાયે ગોટાળા આજ સુધી જોવા મળ્યા નથી.પોસ્ટલ વોટિંગ પર પ્રતિબંધ લગાવવાની જરુર છે.કારણકે તેનો ઉપયોગ ફ્રોડ કરવા માટે થઈ રહ્યો છે.

ટ્રમ્પે વધુમાં કહ્યુ હતુ કે, મારી હારથી ચીન ખુશ છે.ચીન હું જીતુ તેમ ક્યારેય ઈચ્છતુ નહોતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.