Western Times News

Gujarati News

યુએન મહાસભાના વિશેષ સત્રમાં કોરોનાથી લડવા અંગે મંથન થશે

નવીદિલ્હી, સંયુકત રાષ્ટ્ર મહાસભાના વિશેષ સત્રમાં લગભગ ૧૦૦ વિશ્વ નેતાઓ અને અનેક ડઝન મંત્રી કોવિડ ૧૯ને લઇ પોતાના વિચાર રાખશે કે મહામારીથી બહાર આવવાનો સૌથી સારો માર્ગ કયો છે.આ ગંભીર કોરોના વાયરસને અત્યાર સુધી ૧.૫ મિલિયન લોકોના જીવ લઇ લીધા છે.અમીર અને ગરીબ દેશોમાં લાખો લોકોને બેરોજગાર કરી દીધા છે.

મહાસઙભાના અધ્યક્ષે કહ્યું કે અનેક રસીને મંજુરીના અહેવાલની સાથે તેના માટે દુનિયાભરમાં અરબો ડોલરનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે દુનિયાના નેતૃત્વ માટે સંયુકત રાષ્ટ્ર તરફ જાેઇ રહ્યાં છે આ અમારા માટે એક પરીક્ષા છે.
જયારે ૨૦૦૮માં નાણાંકીય બજાર ધ્વસ્ત થઇ ગઇ અને દુનિયાને મોટા સંકેટનો સામનો કરવો પડયા ત્યારે મુખ્ય શક્તિઓએ વૈશ્વિક અર્થવ્યવસ્થાને બહાલ કરવા માટે એક સાથે કામ કર્યું પરંતુ કોવિડ ૧૯ મહામારી દરમિયાન તેની ઉલટ થયું છે કોઇ નેતાએ મહામારીને રોકવા માટે એકજુથ કાર્યવાહી કરી નથી.

સંયુકત રાષ્ટ્ર મહામંત્રી એટોનિયો ગુટેરેસે વૈશ્વિક અર્થવ્યવસ્થાના ૮૦ ટકાના ભાગીદાર દુનિયાના સૌથી અમીર દેશોના ૨૦ નેતાઓએ માર્ચના અંતમાં એક પત્ર મોકલ્યો હતો કે તે કોવિડ ૧૯થી લડવા માટે યુધ્ધકાલીન યોજના બનાવે અને કોરોના વાયરસને ખતમ કરવા માટે સહયોગ કરે પરંતુ કોઇ જવાબ આવ્યો નહીં,.

જનરલ એસેમ્બલીના પ્રવકતા બ્રેડેન વર્માએ કહ્યું કે આ વિશેષ બેઠકનો મુદ્દો કોવિડ ૧૯ની મુસીબક પર બહુપક્ષીય અને સામૂહિક રીતે પોતાની પ્રતિક્રિયા આપવા માટે યોગ્ય કાર્યવાહી કરવાનો છે.તેમણે કહ્યું કે મહામારી માટે વર્તમાનમાં અનેક પ્રતિક્રિયાઓ છે પરંતુ હજુ તમામ દેશ સંયુકત રાષ્ટ્ર ખાનદી ક્ષેત્ર અને વેકસીન ડેવલપર્સને એક સાથે લાવવાની જરૂરત છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.