પ્રતિષ્ઠીત પત્રકાર પ્રેમ શંકર ઝાને લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડ
મુંબઇ, શ્રીરામ ગ્રુપ દ્વારા 31મે 2019નાં રોજ ટ્રાઇડન્ટ, નરીમાન, મુંબઇ ખાતે આયોજીત કાર્યક્રમમાં સાતમા એન્યુઅલ શ્રીરામ એવોર્ડ્સ ફોર એક્સલન્સ ઇન ફાઇનાન્સિયલ જર્નલિઝમ માટેનાં એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. શ્રીરામ કેપિટલના ચેરમેન અજય પિરામલ, આઇઆઇએમબીના પ્રોફેસર ફાઇનાન્સ (નિવૃત્ત) પ્રો. આર વૈધનાથન અને સાસ્ત્ર યુનિવર્સિટી, તાંજોર, તામિલનાડુના ચેર પ્રોફેસર ચો એસ રામાસ્વામીએ વિજેતાઓનું સન્માન કર્યું હતું.
શ્રીરામ એવોર્ડસ ફોર એક્સલન્સ ઇન ફાઇનાન્સિયલ જર્નલિઝમની સાતમી આવૃત્તિમાં પ્રેમ શંકર ઝાને પ્રતિષ્ઠીત લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. વિવિધ કેટેગરીમાં વિજેતા અને રનર્સઅપના નામ નીચે પ્રમાણે છેઃ
આર્થિક નીતિ
વિજેતાઃ હરીશ દામોદરનઃ ધ ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રસિધ્ધ અહેવાલ ધ એજ ઓફ સરપ્લસ માટે
રનર-અપઃ રાધિકા મર્વિનઃ ધ હિન્દુ બિઝનેસ લાઇનમાં પ્રસિધ્ધ સ્ટોરી ‘કેન એઆરસી ઇઝ બેન્ક્સ બર્ડન’ માટે
ફાઇનાન્સિયલ માર્કેટ્સ
વિજેતાઃ રાજાલક્ષ્મી નિર્મલઃ ધ હિન્દુ બિઝનેસ લાઇનમાં પ્રસિધ્ધ અહેવાલ કોમોડિટી ડેરિવેટિવ્ઝ 2.0 માટે
રનર અપઃ રેણુ યાદવ-બિઝનેસ ટુડેમાં પ્રસિધ્ધ અહેવાલ ટાઇમ ટુ બાય માટે.
ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન
વિજેતાઃ કુમાર સંભવ શ્રીવાસ્તવઃ Scroll.inમાં પ્રસિધ્ધ અહેવાલ ‘એઝ બેન્ક્સ બેટલ ઇન લોન ક્રાઇસિસ, ધે આર ઓલ્સો બ્લોકિંગ મોર આરટીઆઇ પ્લીઝ ધેન મોસ્ટ ગવર્મેન્ટ બોડીઝ’ માટે
સેક્ટોરલ ઇશ્યુઝઃ
વિજેતાઃ શેલી સિંઘઃ ધ ઇકોનોમિક ટાઇમ્સમાં પ્રસિધ્ધ અહેવાલ ‘ઇઝ ધ સ્માર્ટફોન રેવોલ્યુશન ડાઇંગ?’ માટે.
રનર્સ-અપઃ સચીન પી મંપત્તા, અદ્વૈત રાવ પાલેપુ અને અમૃતા પિલ્લાઇઃ એફર્મેટિવ એક્શન ઇન ઇન્ડિયા ઇન્ક. સિરીઝ (ત્રણ ભાગમાં) માટેઃ
- ટોપ 100 કંપનીમાં જાતીય સતામણીના કેસોનાં રિપોર્ટિંગમાં નજીવો વધારો
- કોર્પોરેટ ઇન્ડિયામાં દિવ્યાંગો માટે ઓછી નોકરી
- બિઝનેસ સ્ટાન્ડર્ડમાં પ્રસિધ્ધ અહેવાલ કામકાજમાં મહિલાઓ?ભારતની મોટી કંપનીઓમાં પણ મહિલાઓનું ઓછું પ્રમાણ.
આ સમારોહમાં સમાજના વિવિધ વર્ગની પ્રતિષ્ઠીત હસ્તીઓએ ભાગ લીધો હતો, જેમાં અમલદારો, ખાનગી અને જાહેર ક્ષેત્રોના કોર્પોરેટ્સનો સમાવેશ થાય છે. તેમણે વિજેતાઓને પ્રોત્સાહન આપ્યું હતું
શ્રીરામ કેપિટલના ચેરમેન અજય પિરામલે જણાવ્યું હતું કે, “શ્રીરામ એવોર્ડ્સ ફોર એક્સલન્સ ઇન ફાઇનાન્સિયલ જર્નલિસ્ટ્સની સાતમી આવૃત્તિની જાહેરાત કરતાં હું ખુશી અનુભવું છું. આ અનોખો મંચ છે જેણે વિચારપ્રેરક અને નૈતિક રિપોર્ટિંગ દ્વારા ભારતીય લોકોની ધારણાને બદલવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. વિજેતાઓ ખરેખર ભારત માટે ગૌરવ છે. હવે અમારો પ્રયાસ ભારતીય પત્રકારોનાં અનુકરણીય કામને વૈશ્વિક મંચ પર લઇ જવાનો છે.”
ધ ઇન્સ્ટિટ્યુટ ફોર ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ (IFMR), ચેન્નાઇએ નોમિનેશન્સની ચકાસણી કરીને જ્યુરીના સભ્યો સમક્ષ વિચારણા માટે રજૂ કરવામાં મહત્વની અને સ્વતંત્ર ભૂમિકા ભજવી હતી.
જ્યુરીમાં ભારતની પ્રતિષ્ઠીત હસ્તીઓનો સમાવેશ થાય છે, જેમ કે ગોપાલ શ્રીનિવાસન (ચેરમેન અને એમડી-ટીવીએસ કેપિટલ ફન્ડ્સ લિમિટેડ), શ્રીનિવાસન કે સ્વામી (ચેરમેન અને એમડી, આર કે સ્વામી બીબીડીઓ), આશુ સુયશ (એમડી અને સીઇઓ,ક્રિસિલ), અદિત જૈન (ચેરમેન, આઇએમએ એશિયા), સ્વામીનાથન એસ ઐયર (કન્સલ્ટીંગ એડિટર, ધ ઇકોનમિક ટાઇમ્સ), ટી એન નિનાન (ચેરમેન, બિઝનેસ સ્ટાન્ડર્ડ), એ કે ભટ્ટાચાર્ય (એડિટોરિયલ ડિરેક્ટર, બિઝનેસ સ્ટાન્ડર્ડ) અને રાઘવન જગન્નાથન (એડિટોરિટલ ડિરેક્ટર, સ્વર્યા મેગેઝીન)નો સમાવેશ થાય છે.