વસ્ત્રાપુરમાં સોની પાસેથી રૂ.૧પ લાખનું સોનું પડાવી ગઠીયા ફરાર
ઘરેણાં બનાવતા હોવાના બહાને ગઠીયાઓએ સોની સાથે આચરેલી છેતરપીંડી |
(પ્રતિનિધિ) અમદાવાદ : ઘરેણાં બનાવવાના બહાને વસ્ત્રાપુરના વેપારી પાસેથી સોનું પડાવી રફુચકકર થઈ જવાની ફરીયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે બે ભાઈઓએ વેપારી બનીને આ છેતરપીંડી આચર્યાનું બહાર આવ્યું છે. શહેરમાં છેલ્લા ઘણા સમયથી કાપડના વહેપારીઓ સાથે છેતરપીંડીની ઘટનાઓ વધી ગઈ છે.
આ દરમિયાનમાં હવે ગઠીયાઓ અવનવી મોડસ ઓપરેન્ડી વાપરી વહેપારીઓ સાથે ઠગાઈ કરી રહયા છે તાજેતરમાં જ રાજસ્થાનના એક વહેપારીને સસ્તામાં સોનુ આપવાની લાલચ આપી રૂપિયા પડાવી લેનાર આરોપીને ગઈકાલે જ ઝડપી લેવામાં આવ્યો છે ત્યારે વસ્ત્રાપુરમાં નોંધાયેલી આ ફરિયાદથી પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે.
આ અંગેની વિગત એવી છે કે રાજેશભાઈ મધુસુદનભાઈ પંચોલી કેશવપ્રીત સોસાયટી, મેમનગર ખાતે રહે છે અને પોતે સોની તરીકેનો ધંધો કરે છે કેટલાંક સમય અગાઉ રૂબિયુદીન અસગર મંડલ તથા તેનો ભાઈ સોનાના ઘરેણાં બનાવવાના વેપારી તરીકેની ઓળખ આપી રાજેશભાઈ સાથે ઓળખાણ કેળવી હતી
શરૂઆતમાં સારા વ્યવહારો કરીને રાજેશભાઈનો વિશ્વાસ કેળવ્યા બાદ થોડા દિવસો અગાઉ રાજેશભાઈએ ઘરેણાં બનાવવા માટે બંને ભાઈઓને સોનુ આપ્યું હતું જાકે વારંવાર વાયદા બતાવતા બંને ગઠીયા ભાઈઓએ વાયદા બતાવી કુલ સાડા પંદર લાખનું સોનું રાજેશભાઈ પાસેથી મેળવ્યું હતું બાદમાં બંને રફુચક્કર થઈ ગયા હતા. રાજેશભાઈએ સંપર્ક કરતા તે પણ થઈ શકયો ન હતો જેથી પોતાની સાથે થયેલી છેતરપીંડીની જાણ થતાં રાજેશભાઈએ વસ્ત્રાપુર ખાતે ફરીયા દનોંધાવી છે બંને ગઠીયાઓ અડાજણ ખાતે રહેતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
વહેપારીએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે અને આરોપીઓના કુટેજ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના વહેપારીઓ સાથે કરવામાં આવતી ઠગાઈથી ઉચ્ચ અધિકારીઓએ આરોપીઓને ઝડપી લેવાના આપેલા નિર્દેશોના પગલે સ્થાનિક પોલીસ હવે આવા કેસોમાં સક્રિય બની આરોપીઓને ઝડપી લેવાના પ્રયાસો કરી રહી છે. આ ઘટનામાં પણ પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.