Western Times News

Gujarati News

સોશિયલ મીડિયાથી દૂર રહેવા ઈબ્રાહિમને સૈફની સલાહ

મુંબઈ: બોલિવુડ એક્ટર સૈફ અલી ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ટેલેન્ટેડ એક્ટર્સમાંથી એક છે. સૈફ પોતાની પર્સનલ લાઈફની સાથે પ્રોફેશનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે. સૈફના હાલ ત્રણ બાળકો છે અને તે ચોથીવાર પિતા બનવાનો છે. ત્યારે સૈફે હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં પોતાના દીકરા ઈબ્રાહિમ અને દીકરી સારા વિશે વાત કરી છે. સૈફ અલી ખાને મોટા દીકરા ઈબ્રાહિમને સોશિયલ મીડિયાથી દૂર રહેવાની સલાહ આપી છે.

સૈફે ઈબ્રાહિમને ગુડ લૂકિંગ ગણાવતા કહ્યું કે, તેણે સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ અને સમય આવ્યો સ્ક્રીન પર આવીને ધમાકેદાર પર્ફોર્મન્સ આપવું જોઈએ. ઈબ્રાહિમ અલી ખાન હૂબહૂ પિતા સૈફ જેવો દેખાય છે ત્યારે એક્ટરે આ વિશે પણ વાત કરી છે.

સૈફે કહ્યું, ઈબ્રાહિમ મારી સાથે થનારી તુલનાને સંપૂર્ણપણે અવગણી નહીં શકે. જો કે, તે શીખી રહ્યો છે અને પોતાની અલગ પર્સનાલિટી ડેવલપ કરી રહ્યો છે. માટે જ જરૂરી છે કે ફિલ્મી પડદે આવે ત્યાં સુધી શક્ય હોય તેટલું લોકોની નજરોથી દૂર રહે. માટે જ સૈફે દીકરાને સોશિયલ મીડિયાથી દૂર રહેવાની સલાહ આપી છે.

સૈફ અલી ખાનની દીકરી સારા ફિલ્મોમાં ડેબ્યૂ કરી ચૂકી છે. ત્યારે તેને સ્ક્રીન પર જોઈને કેવું લાગે છે તે વિશે વાત કરતાં સૈફે કહ્યું, તેણે મને તેની ફિલ્મના કેટલાક સોન્ગ બતાવ્યા અને સ્પષ્ટ દેખાતું હતું કે તે આ કામ એન્જોય કરી રહી છે. સારાને સ્ક્રીન પર જોવી રમૂજી છે કારણકે મારા માટે તો તે હજી પણ નાની ઢીંગલી છે પરંતુ તે મોટી થઈ ગઈ છે એ હકીકત છે. ઈબ્રાહિમની વાત કરીએ તો, સ્પષ્ટ છે કે તે ફિલ્મોમાં કરિયર બનાવવા માગે છે.

સૈફ અને સારા બંને આ વાત કહી ચૂક્યા છે. સૈફે દીકરાના ભવિષ્ય અને કરિયર વિશે વાત કરતાં કહ્યું હતું, “ઈબ્રાહિમ અભિનય ક્ષેત્રે કરિયર બનાવવા માટે તૈયાર છે. અને કેમ ના હોય? હું ઈચ્છું છું કે મારા બધા બાળકો ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાય. આ કામ કરવા માટે સારી જગ્યા છે. હું પોતે ૧૭-૧૮ વર્ષનો હતો ત્યારે એક્ટિંગે મને સાચો માર્ગ દેખાડ્યો હતો. મને એક્ટિંગમાં જે મજા આવી છે તે મારી અપેક્ષા કરતાં ઘણી વધારે છે.” ઉલ્લેખનીય છે કે, સૈફ અલી ખાન અને અમૃતા સિંહનો દીકરો ઈબ્રાહિમ ૧૯ વર્ષનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.