Western Times News

Gujarati News

ઝઘડિયાના દુમાલા વાઘપુરા ગામેથી LCBએ ૧.૨૭ લાખના મુદ્દામાલ સાથે જુગારીયાઓ ઝડપાયા

૮ જુગારીયાઓના નામજોગ સહિત તથા અન્ય બે જુગારીયા મળી કુલ ૧૦ જુગારીયાઓ સામે ઉમલ્લા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ઝઘડિયા તાલુકાના દુમાલા વાઘપુરા ગામેથી ભરૂચ જીલ્લા એલસીબી બાતમીના આધારે જુગારધામ પર દરોડો પાડ્યો હતો. એલસીબીએ ૮ જુગારીયાઓને રંગેહાથ ઝડપી લીધા હતા.જ્યારે અન્ય બે જુગારીયાઓ દરોડા દરમિયાન ભાગી ગયા હતા.જેથી ભરૂચ એલસીબીએ ૮ જુગારીયાઓ વિરુદ્ધ નામજોગ અને ૨ જુગારીયાઓ વિરુદ્ધ મળી કુલ ૧૦ જુગારીઓ સામે ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ઝઘડિયા તાલુકાના ઝઘડિયા,રાજપારડી અને ઉમલ્લા પોલીસ મથકની હદમા મોટા પાયે પત્તાપાના વડે હારજીતનો જુગાર તથા વરલી મટકાનો આંકડા લખવાનો જુગાર ગામેગામ ફૂલ્યો ફાલ્યો છે.ત્રણે પોલીસ મથકના જવાબદાર અધિકારીઓની રહેમનજર હેઠળ તાલુકાના ગામે ગામ વરલી મટકા આંકડાના જુગારધામો ચાલી રહ્યા છે. ગતરોજ ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથકની હદમાં દુમાલા વાઘપુરા ગામે મોટાપાયે જુગાર રમાતો હોવાની બાતમી ભરૂચ જીલ્લા એલ.સી.બી પોલીસ સબ ઈન્સ્પેક્ટર વાય.જી.ગઢવી તેમના સ્ટાફ સાથે ઝઘડીયા તાલુકા વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હતા.

તે દરમ્યાન બાતમી મળી હતી કે ઝઘડિયા તાલુકાના દુમાલા વાઘપુરા ખાતે રહેતા મયુદ્દીન ઉર્ફે મયો કાસમ શેખ નામનો ઈસમ ટેકરા ફળિયા દુમાલા વાઘપુરા ખાતે વીણાબેન શૈલેષભાઈ વસાવાનું ઘર ભાડે થી રાખી તેમાં ઘણા બધા માણસો બહારથી બોલાવી ભેગા કરી પોતાના આર્થિક ફાયદા માટે રૂપિયાથી પત્તાપાનાનો વડે હારજીતનો જુગાર રમાડે છે

એવી માહિતી મળી હતી.એલસીબી ટીમે બાતમીના આધારે દુમાલા વાઘપુરાના ટેકરા ફળિયા ખાતે જઈ બાતમી વાળા ઘરે દરોડો પાડ્યો હતો.ત્યારે કેટલાક ઈસમો લાઈટના અજવાળે પાથરણા પાથરી કુંડાળુ વળી પત્તાપાનાનો વડે રૂપિયાની હારજીતનો જુગાર રમતા હતા.જીલ્લા એલસીબીની ટીમ ને જોઈ તેઓ નાસભાગ કરવા લાગ્યા હતા.જે પૈકી આઠ ઈસમોને એલસીબીએ ઝડપી લીધા હતા જ્યારે કેટલાક ઈસમો ઘરના પાછળના દરવાજા વાટે નાસી ગયેલ હતા.

ભરૂચ એલસીબીએ ઝડપાયેલા આઠ ઈસમોની પૂછપરછ કરી તેમની અંગ ઝડતી કરતા તથા બાજી પરના રોકડા મળી રૂપિયા ૧,૧૨,૮૦૦ તથા ૧૦ મોબાઇલ ફોન તથા પ્લાસ્ટિકના કોઈન મળી કુલ રૂ.૧,૨૭,૮૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભરૂચ જિલ્લા એલસીબીએ (૧) મયુદ્દીન ઉર્ફે મયો કાસમ શેખ ટેકરા ફળિયા દુમાલા વાઘપુરા (૨) અશ્વિન ગોપાલ વસાવા ચંદનીયા ફળિયું ઉમલ્લા (૩) વિશાલ પ્રકાશ અધ્યારૂ વિશા વગા મસ્જિદ પાસે રાજપીપળા (૪) સુરેશ ચંદુ પાટણવાડીયા ઈન્દોર (૫) મોગજી નેમિયા વસાવા ઉમલ્લા (૬) શબ્બીર ખાન આશિફ ખાન પઠાણ કસ્બાવાડ ટેકરા ઉપર રાજપીપળા (૭) નામશરણ ઝીણાભાઈ સીકલીગર રાજેન્દ્રનગર સોસાયટી રાજપીપળા (૮) ઉસ્માન અલી ઈસ્લામ અલી શાહ ઉમલ્લા વિરૂદ્ધ નામજોગ તથા અન્ય ૨ ભાગી ગયેલા ઈસમો વિરુદ્ધ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.