સસ્તી EMI માટે હજુ પણ રાહ જોવી પડશે
નવી દિલ્હી, RBI એમપીસીની ત્રણ દિવસથી ચાલી રહેલી બેઠક બાદ આજે RBIના ગવર્નર શક્તિકાંત દાસ પ્રેસે કોન્ફરન્સ સંબોધી. તેમણે જણાવ્યું કે બેઠકમાં વ્યાજ દરોમાં કોઇ બદલાવ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમયે રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે. કેશ રિઝર્વ રેશિયો 3 ટકા અને બેન્ક રેટ 4.25 ટકા છે.
ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ની ડિસેમ્બરની મૌદ્રિક સમીક્ષા બેઠકમાં ફરી એકવાર મુખ્ય વ્યાજ દરોમાં કોઇ બદલાવ નથી કરવામાં આવ્યો. આ નિર્ણય રિટેલ મોંઘવારીના ઉચ્ચ સ્તરને ધ્યાનમાં લેતા લેવામાં આવ્યો છે. રિટેલ મોંઘવારી આ સમયે રિઝર્વ બેન્કના સંતોષજનક સ્તર પર છે. આ સતત ત્રીજી વાર બન્યુ છે જ્યારે RBIના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતાવાળી 6 સભ્યોની મૌદ્રિક નીતિ સમિતિએ રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઇ બદલાવ નથી કર્યો. રેપો રેટ 4 ટકા, રિવર્સ રેપો રેટ 3.35 ટકા, કેશ રિઝર્વ રેશિયો 3 ટકા અને બેન્ક રેટ 4.25ના સ્તર પર યથાવત છે.