અમેરિકામાં કોરોનાના એક દિવસમાં ૨૭૦૦થી વધુ લોકોના મોત
વોશિંગ્ટન, અમેરિકામાં કોરોના વાયરસનો કહેર જારી છે.બુધવારે ૨,૭૧૩ લોકોના મોત થયા છે. એપ્રિલ બાદ દેશમાં એક દિવસમાં કોરોનાને કારણે આટલા લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુ પામનારાઓની સંખ્યા બે લાખ ૭૩ હજાર ૩૧૬ થઇ ગઇ છે.જાેન હોપકિંગ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર બુધવારે એક લાખ નવા મામલા સામે આવ્યા છે.
કોરોનાથી ગ્રસ્ત ૧,૦૦,૨૨૬ દર્દી હોસ્પિટલમાં દાખલ છે એવું પહેલીવાર થયું છે કે આટલી સંખ્યા એક લાખથી વધુ થઇ છે.યુએસ સેંટર ફોર ડિસીજ કંટ્રોલ એન્ડ પ્રિવેંશનના નિદેશક રોબર્ટ રેડફીલ્ડે બુધવારે કહ્યું કે વાસ્તવિકતામાં ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી દેશના સાર્વજનિક આરોગ્ય ઇતિહાસમાં સૌથી મુશ્કેલ સમય થનાર છે.
અમેરિકા બાદ સૌથી વધુ મોત બ્રાઝીલમાં થયા છે અહીં અત્યાર સુદી એક લાખ ૭૪ હજારથી વધુ લોકોના મોેત થયા છે જયારે ૬૪ લાખથી વધુ મામલા સામે આવ્યા છે અમેરિકા બાદ કોરોનાના સૌથી વધુ મામલા ભારતમાં આવ્યા છે અહીં ૯૫ લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે જયારે એક લાખ ૩૮ હજારથી વધુ લોકોના મોત થયા છે આ ઉપરાંત રશિયામાં ૨૩ લાખથી વધુ મામલા સામે આવ્યા છે અને ૪૧ હજારથી વધુ લોકોના મોત થયા છે.
રશિયામાં એક લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી છે.રશિયાના આરોગ્ય મંત્રી મિખાઇલ મુરાશ્કોએ આ માહિતી આપી હતી તેમણે વીડિયોના માધ્યમથી સંયુકત રાષ્ટ્રને સ્પુતનિક વી વેકસીનની માહિતી આપી હતી.૧૧ ઓગષ્ટે સ્પુનિક વી વેકસીનને લોન્ચ કરવાની સાથે જ દુનિયામાં કોરોનાથી બચાવ માટે લિએસ પહેલી રસી લગાવનાર દેશ રશિયા છે.
આ વેકસીનનું નામ રશિયાના પહેલા સેટેલાઇટના નામ પર પડયું છે આ વેકસીનને ગામાલેયા નેશનલ રિસર્ચ સેંટર ફોર એપિડેમિયોલોજી એન્ડ માઇક્રોબાયોલોજીને વિકસિત કરી છે.ગત મહિને રશિયાએ તેને માટે દાવો કર્યો હતો કે કોવિડ ૧૯થી બચાવમાં આ ૯૨ ટકા પ્રભાવી છે.HS