છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના ૩૬૫૯૪ નવા કેસ
નવીદિલ્હી, દેશમાં કોવિડ ૧૯ના ૩૬,૫૯૫ નવા મામલા સામે આવ્યા બાદ સંક્રમિતોની સંખ્યા શુક્રવારે ૯૫.૭૧ લાખને પાર ચાલી ગઇ તેમાંથી ૯૦ લાખથી વધુ લોકોના સંક્રમણ મુકત થવાની સાથે જ સંક્રમિતોના ઠીક થવાના રાષ્ટ્રીય દરમાં ૯૪.૨૦ ટકા વધારો થયો છે. આરોગ્ય મંત્રાલય તરફથી જારી આંકડા અનુસાર દેશાં સંક્રમણના ૩૬,૫૯૫ નવા મામલા સામે આવ્યા છે આ સાથે સંક્રમિતોની સંખ્યા વધીને ૯૫,૭૧,૫૫૯ થઇ ગઇ છે જયારે ૫૪૦ વધુ લોકોના મોત બાદ મૃતકોની સંખ્યા વધીને ૧,૩૯,૧૮૮ થઇ ગઇ છે.
દેશમાં અત્યાર સુધી ૯૦,૧૬,૨૮૯ લોકો સંક્રમણ મુકત થઇ ચુકયા છે અને સ્વસ્થ થવાનો રાષ્ટ્રીય દર વધી ૯૪.૨૦ ટકા થઇ ગયો છે.જયારે મૃત્યુ દર ૧.૪૫ ટકા છે આંકડા અનુસાર દેશમાં આ સમયે ૪,૧૬,૦૮૨ દર્દીઓની સારવાર ચાલી રહી છે જાે કે કુલ મામલાના ૪.૩૫ ટકા છે.દેશમાં અત્યાર સુધી ૧,૩૯,૧૮૮ લોકોના મોત થયા છે તેમાં મહારાષ્ટ્રમાં ૪૭,૪૭૨, કર્ણાટકમાં ૧૧,૮૨૧, તમિલનાડુમાં ૧૧,૭૪૭ દિલ્હીમાં ૯,૪૨૪,પશ્ચિમ બંગાળમાં ૮,૫૭૬ ઉત્તરપ્રદેશમાં ૭,૮૪૮ આંધ્રપ્રદેશમાં ૭,૦૧૪ પંજાબમાં ૪,૮૬૨ ગુજરાતમાં ૪,૦૩૧ અને મધ્યપ્રદેસમાં ૩,૩૦૦ લોકોના મોત નિપજયા છે.મૃતકોમાં ૭૦ ટકાથી વધુ લોકો પહેલાથી જ અન્ય બીમારીઓનો શિકાર હતાં એ યાદ રહે કે કોરોનાની રસી હજુ શોધાઇ નથી હાલ પરીક્ષણ ચાલે છે.HS