શિક્ષકોની ૪૨૦૦ના ગ્રેડ પે માટે આંદોલન કરવા ચીમકી
ગાંધીનગર, રાજ્યના શિક્ષકોની ૪૨૦૦ ગ્રેડ પે મુદ્દે આજે ગાંધીનગરમાં મહત્વની બેઠક યોજાઇ હતી. આ બેઠક નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વચ્ચે યોજઇ હતી. શિક્ષકોએ આંદોલનની ચીમકી આપી હતી. આ બેઠકમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જાેકે આ બેઠકમાં હજૂ સુધી કોઇ ર્નિણય લેવામાં આવ્યો નથી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા વચ્ચે બેઠક યોજાઇ હતી જેમા શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
અગાઉ પણ શિક્ષણ સંઘો દ્વારા સરકારને ૪૨૦૦ ગ્રેડ પે મામલે રજુઆત કરાઇ હતી. ઉલ્લેખનિય છે કે, મોંઘવારી ભથ્થા મામલે કર્મચારી મંડળએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં અટકાવી દેવાયેલા મોંઘવારી ભથ્થા રિલીઝ કરવા માગ કરાઇ હતી. જાન્યુઆરીથી જૂન સુધીના ભથ્થા રિલીઝ કરવા પત્રમાં રજૂઆત કરવામાં આવી છે. આ પત્ર ગુજરાત કર્મચારી સંકલન સમિતિ દ્વારા વડાપ્રધાન મોદીને મોકલવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં જાન્યુઆરીથી જૂન ૨૦૨૦ સુધીના મોંઘવારી ભથ્થું આપવા રજુઆત કરાઇ છે.SSS