Western Times News

Gujarati News

પતિએ પત્નીને ગળે ટૂંપો આપી હત્યા કરી નાંખી

સુરત: સુરત શહેરમાં એક પતિએ પોતાની પત્નીને ગળેટૂંપો આપી અને હત્યા કરી નાંખી હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં રૂપિયા આપીને લગ્ન કરનાર યુવાન પત્નીના ત્રાસથી કંટાળી ગયો હતો અને પતિની હત્યાનો પ્રયાસ કરનાર પત્નીને પતિએ ગળે ટૂંપો આપી હત્યા કરી પતિ ફારાર થઈ ગયો હતો. જાેકે પતિએ હત્યાના સ્થળે એક ચિઠ્ઠી મૂકી હતી જેમાં તેણે હત્યાનું કથિત કારણ લખ્યું હોવાનું પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું. સુરત શહેર જાણે ક્રાઇમ સીટી બની રહી છે તેવું લાગી રહ્યુ છે,

કારણકે સૌથી વધુ હત્યા ની ઘટના સુરતમાં બની રહી છે ત્યારે ગતરોજ એકજ દિવસ માં બે હત્યાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી. સુરતના પુણા ગામ ખાતે આવેલી ભક્તિ નગર ખાતે એક મકાન ટેરેસ પર એક મહિલાની હત્યા કરેલી લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જાેકે પોલીસને જાણકારી મળતા પોલીસ તાત્કાલિક બવનવ વાળી જગ્યા પર દોડી જેણે આ મામલે તપાસ શરૂ કરી હતી જેમાં છેલ્લા છ મહિનાથી રહેતા પરિવારનો યુવાન રાજસ્થાનનો વતની હતો અને મરનાર મહિલા મધ્યપ્રદેશની વતની હતી. યુવાનના લગ્ન ન થતા તેને રૂપિયા ૩ લાખ આપીને મહિલા સાથે લગ્ન કર્યા હતા અને સુરત ખાતે આવીને રહેતા હતા

જાેકે લગ્નના થોડા દિવસ બાદ પત્ની સતત પતિને ત્રાસ આપવા સાથે હેરાન કરતી હતી અને પતિને પોતાની નજીક આવવા દેતી નહોતી જેને લઈને સતત પતિ પતિ વચ્ચે ઝઘડા ચાલતા હતા. જાેકે એક બે દિવસ પહેલા પત્નીએ પતિને મારી નાખવાની કોશિષકરી હતી જેને લઈને પત્નીના ત્રાસથી કંટાળીને ગતરોજ સવારે પત્નીને પોતાના મકાન ઢાબ પર લઈએ ગયો હતો અને દોરી વડે પત્નીને ટૂંપો આપી હત્યા કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જાેકે પોલીસે તપાસ કરતા આરોપીના ઘરમાંથી પત્નીની હત્યા કેમ અને શા માટે કરી છે તે એક ચિઠ્ઠીમાં લખીને ગયો હતો તે ચિઠ્ઠી પોલીસ ને મળતા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી ને પકડ પાડવા ચક્રોગતિમાન કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.