પત્નીએ પ્રશ્ન કરતા પતિએ મર્દાનગીનું સર્ટિફિકેટ આપ્યું
ભોપાલ: કોરોનાને કારણે એક પતિએ એવા દિવસો જાેવા પડ્યા જેની તેણે ક્યારેય કલ્પના પણ ન્હોતી કરી. તેણે જિલ્લા લિગલ સર્વિસિસ ઑથોરિટીના આંટાફેરા કરવા પડ્યા, એટલું જ નહીંસ પોતાની મર્દાનગીનું સર્ટિફિકેટ પણ આપવું પડ્યું હતું. હકીકતમાં પતિએ કોરોના કાળમાં પત્નીથી ‘બે ગજની દૂરી’ બનાવી રાખી હતી. જે બાદમાં પત્નીએ ફરિયાદ આપી હતી. પત્નીને મનાવવા માટે પતિએ પોતાનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો હતો. જે બાદમં પત્ની માની ગઈ હતી અને પોતાની સાસરીમાં ચાલી ગઈ હતી.
જિલ્લા લિગલ સર્વિસિસ ઑથોરિટી સેવામાં એક પત્નીએ પતિ સામે ભરણ-પોષણ માટે અરજી આપી હતી. આ સાથે જ પત્નીએ તેના પતિ પર આરોપ લગાવ્યો હતો કે તેનો પતિ દામ્પત્ય જવાબદારી નિભાવવા લાયક નથી. આ ઉપરાંત સાસરીના લોકો પણ પરેશાન કરે છે. પત્નીના કહેવા પ્રમાણે પતિ ફોન પર સારી સારી વાતો કરતો હતો પરંતુ નજીક નથી આવતો. આ વાત પત્નીએ તેના પરિવારના લોકોને કરી હતી. પરિવારના લોકોએ આ અંગે યુવક સાથે વાત કરી હતી પરંતુ કોઈ નિરાકરણ આવ્યું ન હતું. મીડિયા રિપોર્ટ પ્રમાણે, યુવક અને યુવતીના લગ્ન ૨૯ જૂનના રોજ થયા હતા. થોડા દિવસ પછી જ બંને વચ્ચે ઝઘડા શરૂ થયા હતા.
આ બધાથી કંટાળીને મહિલા તેના પિયરમાં ચાલી ગઈ હતી. બીજી ડિસેમ્બરના રોજ મહિલાએ તેના પતિ સામે અરજી આપી હતી. આ દરમિયાન પતિએ અધિકારીઓ સમક્ષ ખુલાસો કર્યો કે લગ્ન પછી તેની પત્નીના પરિવારના લોકો કોરોના પોઝિટિવ થયા હતા. આથી તેણે એવું માની લીધું હતું કે પત્નીના પરિવારજનો પોઝિટિવ થયા હોવાથી શક્ય છે કે તે અને તેની પત્ની પણ પોઝિટિવ હોઈ શકે છે.
આ માટે જ તે પત્નીની નજીક ગયો ન હતો અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કર્યું હતું. જિલ્લા લિગલ સર્વિસિસ ઑથોરિટીના સંદીપ શર્માએ જણાવ્યું કે પતિ અને પત્નીના કાઉન્સેલિંગ દરમિયાન માલુમ પડ્યું કે પતિને કોરોના ફોબિયા હતો. તો સામે પક્ષે પત્નીના આક્ષેપ ખોટા હતા. મેડિકલ પરિક્ષણમાં પતિ શારીરિક રીતે ફીટ હતો.