વિરપુર પોલીસે માસ્ક પહેર્યા વગર લટાર મારતાં લોકોને પકડી દંડ વસુલ્યો
વિરપુર: મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકામાં દિવાળી બાદ અચાનક પોઝિટિવ કેસોમાં રાફડો ફાટી નીકળતા તંત્ર એકસનમા આવી ગયું હતું રસ્તા પર ચાલતા માસ્ક વગર ફરતા લોકો પર દંડની કાર્યવાહી હાથ ધરી હતી વિરપુર તાલુકામાં સરેરાશ દિવસ દરમ્યાન પાચથી સાત કેસોમાં વધારો થઈ રહ્યો છે
વિરપુર તાલુકાના અત્યારસુધીમાં ૧૫૫ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા ચુક્યા છે વિરપુર નગરમાં છેલ્લા સાત દિવસમાં કોરોના કેસોમાં ઉછાળો આવતાં સ્થાનિક ગ્રામ પંચાય તલાટી,મામલતદાર,ટીડીઓ વિરપુર પીએસઆઇ સહિત અધીકારીઓ સાવચેતીના ભાગરૂપે માસ્ક પહેર્યા વગર ફરતા લોકો આને સોશ્યલ ડિસ્ટન્સ ના રાખનાર લોકો પર દંડની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ૫૧૦૦ રૂપિયા જેટલો દંડ માસ્ક પહેર્યા વગર લટાર મારતાં વ્યકતીઓ પાસે વસુલ્યો હતો…