દિલ્હી બોર્ડર પર ડેરા તંબૂ તાણીને બેઠેલા ખેડૂતો બીમાર પડવા માંડ્યા, 10 એમ્બ્યુલન્સ ફળવાઈ
નવી દિલ્હી, કૃષિ કાયદા સામે આરપારની લડાઈ લડી રહેલા ખેડૂતોની તબિયત પર હવે અસર થવા માંડી છે અને બીમારીના કિસ્સા વધી રહ્યા છે. હજારો ખેડૂતો આકરી ઠંડીમાં છેલ્લા દસ દિવસથી દિલ્હીની બોર્ડર પર ડેરા તંબૂ તાણીને બેઠા છે ત્યારે હવે બીમારીના કિસ્સા વધી રહ્યા છે.જેના પગલે સરકાર દ્વારા ખેડૂતો માટે 10 એમ્બ્યુલન્સ ફાળવાવમાં આવી છે.કોરોના ટેસ્ટ કરવા માટે પણ એક ટીમ લગાવવામાં આવી છે.જોકે હજી સુધી એક પણ કેસ મળ્યો નથી.
ડોક્ટરોનુ કહેવુ છે કે, ત્રણ ટીમો કોરોનાના ટેસ્ટ કરી રહી છે.જોકે કોરોના કરતા બીજી બીમારીઓના કેસ સામે આવી રહ્યા છે.જેમ કે કોઈને બ્લડ પ્રેશરની સમસ્યા છે તો કોઈને ખાંસીની ફરિયાદ છે.શરીરના દુખાવાના સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે.જેમને પહેલેથી જ બીપીની સમસ્યા છે તેમની સારવાર પણ કરવામાં આવી રહી છે.આજે આંદોલનમાં સામેલ એક યુવતીને એટેક આવતા તેને સારવાર માટે મોકલવામાં આવી છે.
મેલેરિયાની તપાસ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને ખેડૂતોને માસ્ક પણ આપવામાં આવી રહ્યા છે.