Western Times News

Gujarati News

કિસાનોએ પાંચમા તબક્કાની વાતચીતમાં દોહરાવી પોતાની માંગ

નવીદિલ્હી, કૃષિ કાનુનની વિરૂધ્ધ કિસાનોનું આજે ૧૦માં દિવસે આંદોલન ચાલુ છે દિલ્હી સીમા પર એકત્રિત થયેલ કિસાન સંગઠનો અને સરકાર વચ્ચે આજે પાંચમા તબક્કાની વાતચીત થઇ હતી.ગુરૂવારે થયેલ ચોથા તબક્કાની વાતચીતમાં કોઇ સહમતિ બની ન હતી. કિસાન સંગઠન કાનુનને પુરી રીતે પાછો લેવા માટે મકકમ છે. આ માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની પણ માંગ કરી છે.

આ દરમિયાન એક કિસાન નેતાએ કહ્યું કે કેનેડાના વડાપ્રધાન અને ત્યાંની સસદ અમારી વાત સાંભળી રહી છે પરંતુ અહીંની સરકાર અમારી વાત સાંભળતી નથી એ યાદ રહે કે કેનેડાના વડાપ્રધાન ટુડોના નિવેદન પર ભારતે પોતાની સખ્ત નારાજગી વ્યકત કરી હગતી આમ છતાં ટુડોએ એકવાર ફરી કિસાનોને લઇ નિવેદન આપ્યું છે.

પાંચમા તબક્કાની વાતચીતમાં કિસાનોએ એકવાર ફરી પોતાની માંગ દોહરાવી છે અને કિસાન કાનુન પાછું લેવા કહ્યું છે.આ દરમિયાન સુત્રોના હવાલા પરથી જાણવા મળ્યું છે કે કેન્દ્ર સરકાર કિસાન બિલોમાં કેટલાક સુધારા માટે તૈયાર છે. કિસાન પ્રતિનિઘિઓએ કહ્યું કે તેઓ આ મામલે સમાધાન ઇચ્છે છે.તેમણે કહ્યું કે તે હવે વધુ ચર્ચા કરવા માંગતા નથી અને જે જાણવા માંગે છે કે કિસાનોની માંગો પર સરકારે શું નિર્ણય કર્યો છે.

આ બેઠકને લઇ આમ આદમી પાર્ટીના નેતા રાધવ ચડ્ડાએ કેન્દ્રની નીયત પર સવાલ ઉભો કર્યો હતો તેમણે કહ્યું કે દરરોજ આપણે જાેઇએ છીએ કે આ બેઠક કરી રહ્યાં છે આટલી સરળ માંગો છે તો રોજ બેઠક કરવાનો શું અર્થ છે.જે પ્રકારે તમે જે રીતે બેઠક કરી રહ્યાં છો તેનાથી તમારી નિયત પર સવાલ ઉભા થાય છે.પોતાની નીયત સાફ રાખે અને દેશના કિસાનોની વાત માનો ખાપ મહાપંચાયતની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મહાપંચાયતમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે તે હરિયાણાના ડેપ્યુટી મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાનો સામાજિક બહિષ્કાર કરશે જીંદમાં બેઠકમાં ખાપ પંચાયતોએ નિર્ણય લીધો છે આ ઉપરાંત પૂર્વ કેન્દ્રીય મંત્રી ચૌધરી વિરેન્દ્રસિંહના પુત્ર બ્રિજેંદ્રસિંહની વિરૂધ્ધ પણ આ રીતનો આદેશ મહાપંચાયતમાં પાસ કરવામાં આવ્યો છે.

પાચમા તબક્કાની વાતચીતમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પીયુષ ગોયલ કિસાનોથી કૃષિ કાનુનો પર ચર્ચા કરી હતી બેઠક દરમિયાન કિસાન પ્રતિનિધિઓએ કેન્દ્ર સરકારની ગત બેઠકના બિન્દુવાર લેખિત જવાબ આપવા માટે કહ્યું જેના માટે સરકાર સહમત થઇ ગઇ.જાે કે કિસાનોની બેઠક પહેલા તેમણે સ્પષ્ટ કરી દીધુ હતું કે કાનુનોને સમાપ્ત કર્યા બાદ જ તેમનું આંદોલન ખતમ થશે

બેઠક પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથસિંહ સહિત કેન્દ્રીય મંત્રીઓએ પ્રદર્શનકારીઓની સમક્ષ આપવામાં આવનાર સંભવિત પ્રસ્તાવ પર ચર્ચા વિચારણા માટે વડાપ્રધાનની મુલાકાત લીધી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.