Western Times News

Gujarati News

કર્ણાટકમાં લવ જેહાદ પર કાનુન,ગોહત્યા પર પૂર્ણ પ્રતિબંધ અંગે વિધેયક લવાશે

બેંગ્લુરૂ, દેશની રાજનીતિમાં હાલના દિવસોમાં લવ જેહાદને લઇ રાજનીતિ ગરમાઇ છે.મોટાભાગે ભાજપ શાસિત રાજયોએ તેને લઇ કાનુન બનાવવાનું શરૂ કર્યું છે જયારે એક અન્ય ભાજપ શાસત રાજય કર્ણાટકે જાહેરાત કરી છે કે તે લવ જેહાદ અને ગોહત્યા પર પૂર્ણ પ્રતિબંધ લગાવવા માટે વિધેયક લઇ આવશે. કર્ણાટકના મુખ્યમંત્રી ડો સી એન અશ્વથ નારાયણે કહ્યું કે અનેક રાજય લવ જેહાદને લઇ પહેલા જ વિધેયક લાવી ચુકયા છે.આ કડીમાં અમે લવ જેહાદની વિરૂધ્ધ વિધેયક લાવવા અને ગોહત્યા પર પૂર્ણ પ્રતિબંધ લગાવવાની પ્રક્રિયામાં છીએ.

આ પહેલા કર્ણાટકના ગૃહમંત્રી વાસવરાજ બોમ્મઇએ કહ્યું હતું કે રાજયમાં લવ જેહાદની વિરૂધ્ધ કાનુન લગાવવામાં આવશે અધિકારીઓને આ સંબંધમાં ઉત્તરપ્રદેશમાં જારી અધ્યાદેશની બાબતમાં જાણકારી એકત્રિક કરવાનો નિર્દેશ આપ્યો છે. એ યાદ રહે કે ઉત્તરપ્રદેશે જબરજસ્તી કે દગો આપી ધર્માતરણની વિરૂઘ્ધ તાજેતરમાં એક અધ્યાદેશ જારી કર્યો છે.

ગત મહીને મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પાએકહ્યું હતું કે સરકાર પ્રેમ અને વિવાહના નામ પર ધર્માતરણ રોકવા માટે સખ્ત પગલા ઉઠાવશે ભાજપના પ્રદેશ પ્રમુખ નલિન કુમાર કતિલે પણ કહ્યું હતું કે કર્ણાટકમાં લવ જેહાદની વિરૂઘ્ઘ કડક કાનુન લગાવવામાં આવશે જાે કે કાનુન અને સંસદીય કાર્ય મંત્રી જે સી મધુસ્વામીએ કહ્યું હતું કે તેની વિરૂઘ્ધ કાનુન લાવવાનો હાલ સરકારની સમક્ષ કોઇ પ્રસ્તાવ નથી.

જાે કે બોમ્બઇએ કહ્યું કે ઉત્તર પ્રદેશ હરિયાણા અને મધ્યપ્રદેશની સરકારોએ તેના પર વિચાર શરૂ કર્યો છે તો અમે પણ આ બાબતે વિચાર શરૂ કરી દીધો છે. તેને કેવી રીતે સુનિશ્ચિત કરવામાં આવે કે દબાણ કે બળપ્રયોગ (ઘર્માતરણ)નો ઉપયોગ કરવામાં આવે છે તે મુખ્ય વસ્તુ છે. તેમણે કહ્યું કે ઉત્તપ્રદેશે તાજેતરમાં આ સંબંધમાં એક અધ્યાદેશ જારી કર્યો છે અને કર્ણાટકના અધિકારીઓએ તેની એક કોપી હાંસલ કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું કે અન્ય રાજયો તરફથી ઉઠાવવામાં આવેલા પગલાની બાબતમાં જાણકારી હાંસલ કર્યા બાદ કર્ણાટકમાં પણ અમે નિશ્ચિત રીતે લવ જેહાદની વિરૂધ્ધ એક કાનુન લાગુ કરીશું મુખ્યમંત્રીએ તેના માટે પોતાની સહમતિ આપી દીધી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.