એસ્સાર પોર્ટ્સનાં સલાયા ટર્મિનલનાં કાર્ગોમાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં 160 ટકાની વૃદ્ધિ થઈ
સલાયા, 07 ઓગસ્ટ, 2019: ગુજરાતનાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં કાર્યરત એસ્સાર પોર્ટ્સનું ડિપેસ્ટ ડ્રાફ્ટ ટર્મિનલ અને 20 એમટીપીએની ક્ષમતા ધરાવતી એસ્સાર બલ્ક ટર્મિનલ સલાયા લિમિટેડ (ઇબીટીએસએલ)એ 30 જૂન, 2019નાં રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં 1.3 એમટી (મિલિયન ટન) થ્રુપુટ કર્યું હતું. અગાઉનાં ત્રિમાસિક ગાળાની સરખામણીમાં હાલનાં ત્રિમાસિક ગાળામાં કાર્ગો હેન્ડલિંગમાં 160 ટકા વૃદ્ધિ દર્શાવે છે તેમજ સાથે સાથે વર્ષ 2018માં ટર્મિનલ કાર્યરત થયા પછી અત્યાર સુધીનું સૌથી વધારે થ્રુપુટ છે.
ટર્મિનલની સાથે ઇન્ટિગ્રેટેડ 1,200 મેગાવોટની ક્ષમતા ધરાવતા પ્લાન્ટે (એસ્સાર પાવર ગુજરાત) ફરી કામગીરી શરૂ કરી છે. એનાં પગલે ઇબીટીએસએલને ચાલુ વર્ષનાં આગામી ત્રિમાસિક ગાળાઓમાં વેચાણ અને કાર્ગો થ્રુપુટમાં નોંધપાત્ર વધારો થવાની આશા છે. સંપૂર્ણ સલાયા પાવર પ્લાન્ટને દર વર્ષે 4 એમએમટી કોલસાની જરૂર છે.
સલાયા પોર્ટ ટર્મિનલ સૌરાષ્ટ્ર વિસ્તારમાં પ્રથમ ડીપ-ડ્રાફ્ટ ટર્મિનલ છે, જેની ડિઝાઇન કેપસાઇઝ જહાજોને ગોદીમાં સમાવવા અને વિશ્વનો શ્રેષ્ઠ વેસલ ટર્નએરાઉન્ડ ટાઇમ સ્થાપિત કરવા માટે બનાવવામાં આવી છે, જેથી આ વિસ્તારમાં સ્થાનિક ઉદ્યોગોને સ્પર્ધાત્મક લાભ મળે છે. સલાયા પોર્ટ ટર્મિનલ તમામ પ્રકારનાં હવામાનમાં કાર્યરત રહે છે અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ડ્રાઈ બલ્ક કાર્ગોનાં શિપમેન્ટ માટે સૌથી વધુ પસંદગીનાં પોર્ટમાંનું એક છે. આ ટર્મિનલ કોલસો, બોક્સાઇટ, લાઇમસ્ટોન, ખાતર વગેરે જેવી કોમોડિટીઓનું સંચાલન કરવાની ક્ષમતા ધરાવે છે તેમજ કાર્ગોની આયાત અને નિકાસ એમ બંનેની સુવિધા ધરાવે છે. સલાયા પોર્ટ ટર્મિનલ સાથે મિકેનાઇઝ સ્ટોકયાર્ડનું ઇન્ટિગ્રેશન 50 કિમીનાં અંતરે સ્થિત જામનગર સાથે કરવામાં આવ્યું છે (ઓખા હાઇવે તરફ) અને જામનગર-ઓખા સ્ટેટ હાઇવે સાથે સારી રીતે જોડાયેલ છે.