Western Times News

Gujarati News

ફરદીન ખાન ફરીથી ફિટ થયો, કમબેકની તૈયારીમાં

મુંબઈ: બોલિવુડ એક્ટર ફરદીન ખાન ફરી એકવાર શેપમાં આવી ગયો છે. ફરદીન ખાને જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન કર્યું છે અને ફરીથી ફિટ અને પાતળો થઈ ગયો છે. શનિવારે જ્યારે ફરદીન મુંબઈમાં જાેવા મળ્યો ત્યારે તેનું આ નવું રૂપ જાેઈને સૌને આશ્ચર્ય થયું હતું અને ફેન્સ તેના પર ફિદા થઈ ગયા હતા. છેલ્લા ખાસ્સા સમયથી લાઈમલાઈટથી દૂર રહેતા ફરદીનનું આ ટ્રાન્સફોર્મેશન પ્રશંસનીય છે.

ગોગલ્સ અને જૅલ નાખીને પાછળની તરફ ઓળેલા વાળ- પોતાની આ ટ્રેડમાર્ક સ્ટાઈલમાં ફરદીને ફોટોગ્રાફર્સને સ્માઈલ સાથે પોઝ આપ્યા હતા. શનિવારે ફરદીન કાસ્ટિંગ ડાયરેક્ટર અને ફિલ્મમેકર મુકેશ છાબડાની ઓફિસની બહાર જાેવા મળ્યો હતો. ત્યારે અટકળો લગાવાઈ રહી છે કે ફરદીન લગભગ એક દશકા બાદ બોલિવુડમાં કમબેક કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. મુકેશ છાબડાએ આનંદપૂર્વક ફરદીન ખાનના કમબેક વિશે પુષ્ટિ કરી છે.

મુકેશે કહ્યું, અમે કેવી અને ક્યાં તક છે તે શોધી રહ્યા છીએ. ફરદીન પાછો આવ્યો છે અને સરસ દેખાય છે. શનિવારે મુકેશ છાબડાની ઓફિસની બહારની ફરદીનની તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ હતી. ચાહકો તેના ટ્રાન્સફોર્મેશન પર ઓવારી ગયા હતા. કેટલાકે કહ્યું, ફરદીન પોતાના યુવાનીના દિવસો કરતાં પણ વધુ સારો દેખાઈ રહ્યો છે. તો બીજાએ કહ્યું, “તેને ફરીથી જાેઈને આનંદ થાય છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૬માં ફરદીન ખાનના વધેલા શરીરવાળી તસવીરો વાયરલ થઈ હતી. વધેલા વજનના કારણે ફરદીન ખાન ખૂબ ટ્રોલ થયો હતો.

બોડી શેમિંગના અનુભવ વિશે વાત કરતાં એક ઈન્ટરવ્યૂમાં ફરદીને કહ્યું હતું, “મને ખોટી રીતે ટ્રોલ કરવામાં આવ્યો છે. મને લાગે છે કે આપણે આ બધી બાબતોથી ઉપર ઉઠવાની જરૂર છે. હું આ બધાની પરવા નથી કરતો. હું જે છું તે છું અને હું મારી જાતને અરીસામાં જાેઈ શકું છું. જે યોગ્ય છે તે છે અને નથી તે નથી. હું આ બધી બાબતોને હાંસીમાં ઉડાવું છું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.