Western Times News

Gujarati News

Amazon.in સેલર્સને વર્ષની સકારાત્મક સમાપ્તિમાં મદદ કરવા Small Business Day યોજશે

પ્રતિકાત્મક

આ ઇવેન્ટમાં હજારો મેન્યુફેક્ચરર્સ, નાની બ્રાન્ડ્સ, સ્ટાર્ટ-અપ્સ, કલાકારો અને બિઝનેસ બાયર્સ ભાગ લેશે

ગ્રાહકો અત્યંત વિશેષ પ્રોડક્ટ્સ મેળવશે, જેનાથી સ્થાનિક અર્થતંત્રને ટેકો મળશે. વધુમાં ભાગ એમેઝોન સ્મોલ બિઝનેસ ડે દરમિયાન ભાગ લેતી એસએમબી પાસેથી ડીલ, કૂપન અને કેશબેક પણ મળશે

બેંગાલુરુ, Amazon.in આજે જાહેર કર્યું કે કંપની તેની સેલ ઇવેન્ટ Small Business Day (SBD) 2020ની ચોથી આવૃત્તિ 12 ડિસેમ્બર, 2020ની મધ્યરાત્રીથી તે દિવસે રાત્રીના 11:59 સુધી યોજશે. વિશેષ પ્રકારે તૈયાર કરાયેલી ઓનલાઇન ઇવેન્ટ ગ્રાહકોને સ્ટાર્ટ-અપ્સ, મહિલા ઉદ્યોગસાહસિકો, કલાકારો-વણકરો અને સ્થાનિક દુકાનોની ભાગ્યે જ જોવા મળતી પ્રોડક્ટ્સ જોવાની અને ખરીદવાની વિશેષ તક પ્રદાન કરશે તેમજ તેમની ઝડપી કારોબારી વૃદ્ધિને ટકાવી રાખવા માટે સહાયરૂપ બનશે.

સ્મોલ બિઝનેસ ડે નિમિત્તે વર્ક ફ્રોમ માટેની આવશ્યક ચીજો, સલામતી અને સુરક્ષા માટેના પુરવઠા, વોલ ડેકોર અને હેન્ગિંગ્સ જેમકે ભૂજના લિપન આર્ટ અને છત્તિસગઢના દોખરા ક્રાફ્ટ, વેગન લેધર એસેસરિઝ જેવી ઇકો-ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ, સ્પોર્ટ્સ એસેન્શિયલ્સ, ક્રિસમસ સ્પેશિય પ્રોડક્ટ્સ જેવી હજારો કેટેગરીની પ્રોડક્ટ્સ આકર્ષક કિંમતે માર્કેટપ્લેસ ઉપર ઉપલબ્ધ બનશે. રોબોટિક વેક્યુમ ક્લિનિર્સ અથવા સુપર ફુડ્સ અથવા શિયાળા માટે કોઝી બ્લેન્કેટ્સ અથવા પ્રાદેશિક વણકરો પાસેથી હેરિટેજ હેન્ડલૂમ વણાટ વગેરેની ખરીદી કરવા ઇચ્છતા ગ્રાહકો માટે સ્મોલ બિઝનેસ ડેમાં દરેક વ્યક્તિ માટે કંઇક વિશેષ રહેશે.

ગ્રાહકોને જંગી ખરીદી કરવા તથા નાના બિઝનેસિસ અને માઇક્રો-આંત્રપ્રિન્યોર્સને સહયોગ કરવા પ્રોત્સાહિત કરવા માટે એમેઝોન એક દિવસ માટે ગ્રાહકોને ડિજિટલ પેમેન્ટ્સ ઉપર 10 ટકા કેશબેક પણ ઓફર કરી રહ્યું છે. વધુમાં એમેઝોને ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન્સ ઉપર 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ ઓફર કરવા આઇસીઆઇસીઆઇ બેન્ક સાથે પણ જોડાણ કર્યું છે.

એમેઝોન બિઝનેસિસ કસ્ટમર એક્સક્લુઝિવ બિઝનેસ કસ્ટમર ઓન્લી 10 ટકા કેશબેક પ્રાપ્ત કરી શકે છે અને વધુમાં જીએસટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ, બલ્ક ડિસ્કાઉન્ટ્સ તથા પ્રિન્ટર્સ, best laptop, એપ્લાયન્સિસ, અન્ય સપ્લાઇઝ વગેરેની વિશાળ શ્રેણી ઉપર બિઝનેસ એક્સક્લુઝિવ ડીલ પણ મેળવી શકે છે. એમેઝોન બિઝનેસ કસ્ટમર યર-એન્ડ કોર્પોરેટ ગિફ્ટિંગ, સેફ્ટી એન્ડ હાઇજિન એસેન્શિયલ્સ, વર્ક ફ્રોમ હોમ સપ્લાઇસ અને બેક ટુ વર્ક ચેકલિસ્ટ એમ ચાર વિશેષ પ્રકારે તૈયાર કરાયેલી થિમેટીક સ્ટોરિઝની એક્સેસ પણ મેળવી શકે છે, જે એક સમસ્યા મુક્ત પ્રોડક્ટ ડિસ્કવરી અને ખરીદીનો અનુભવ બની રહેશે.

એમેઝોન ઇન્ડિયાના વીપી મનિષ તિવારીએ જણાવ્યું હતું કે, “વર્ષ 2020 સમગ્ર ભારતમાં વિશેષ કરીને નાના ઉદ્યોગો માટે પડકારજનક રહ્યું છે. એમેઝોન ખાતે અમે વિવિધ સેલ ઇવેન્ટ્સ દ્વારા છેલ્લાં કેટલાંક મહિનાઓથી અમારા 7 લાખથી વધુ સેલર પાર્ટનર્સને સહયોગ કરવા માટે કટીબદ્ધ રહ્યાં છીએ. આગામી સ્મોલ બિઝનેસ ડે દ્વારા અમે એસએમબી સેલર્સ અને બી2બી સેલર્સ માટે ગ્રાહકોની સારી માગ, આવકની તકોનું સર્જન કરીને વર્ષની સકારાત્મક સમાપ્તિ કરવા માગીએ છીએ.”

એડબલ્યુઆઇપીએલના ડાયરેક્ટર પીટર જ્યોર્જે જણાવ્યું હતું કે, “એમએસએમઇને સહયોગ કરવાના એમેઝોન બિઝનેસની કટીબદ્ધતાને ભાગરૂપે અમે સ્મોલ બિઝનેસ ડેનો હિસ્સો બનતા ખુશી અનુભવીએ છીએ, જેનાથી નાના ઉદ્યોગો તેમની ખરીદીની પ્રક્રિયા, સારી બચત અને નફાકારકતાને આગળ ધપાવીને વધુ અસરકારક બનશે. એમએસએમઇ વર્કપ્લેસ સેફ્ટી એન્ડ હાઇજિન અથવા વર્ક ફ્રોમ હોમને સક્ષમ બનાવવા જેવી વિવિધ જરૂરિયાતોને પૂર્ણ કરવા ચોક્કસ પ્રોડક્ટ્સ દ્વારા તેમની કામગીરીને બળ આપી શકે છે. આ ઇવેન્ટથી અમારા એમએસએમઇ ખરીદદારોને આ પ્રકારની પ્રોડક્ટ્સ શોધવા અને પ્રાપ્ત કરવામાં અનુકૂળતા મળી રહેશે.”

સતત ત્રીજા વર્ષે સ્મોલ બિઝનેસ ડેથી ભારતીય એસએમબીને વૃદ્ધિ આગળ ધપાવવામાં મદદ મળી છે. સ્મોલ બિઝનેસ ડે 27 જૂન, 2020ના રોજ યુએન એમએસએમઇ ડેના દિવસે યોજાયો હતો, જેમાં લગભગ 45,000 સેલર્સે ઓર્ડર મેળવ્યાં હતાં તેમજ 2,600થી વધુ સેલર્સે ઇવેન્ટમાં સૌથી વધુ વેચાણ પ્રાપ્ત કર્યું હતું. એમેઝોન કારીગર દ્વારા વિશેષ હેન્ડમેડ કલેક્શનનું વેચાણ કરતાં કલાકારો અને વણકરોએ સ્મોલ બિઝનેસ ડેમાં 4.5 ગણી વૃદ્ધિ કરી છે. સહેલી પ્રોગ્રામ અંતર્ગત મહિલા ઉદ્યોગસાહસિકોએ 5ગણી વૃદ્ધિ કરી છે. આજ પ્રકારે લોન્ચપેડ પ્રોગ્રામ હેઠળ બ્રાન્ડ્સ અને સ્ટાર્ટ-અપ્સે તેમના સરેરાશ વેચાણ કરતાં 1.6 ગણી વૃદ્ધિ સાધી છે.

 

કંટ્રોલ ડી.ના સીઇઓ આકાશ દીપે જણાવ્યું હતું કે, “એમેઝોન સ્મોલ બિઝનેસ ડે કોવિડ-19માં થયેલી પીછેહઠથી બાઉન્સ બેક થવામાં મને ઘણો ઉપયોગી રહ્યો છે. અમે ઇવેન્ટ દરમિયાન 300 ટકાની વૃદ્ધિ નોંધાવી છે તેમજ જૂના અને નવા ગ્રાહકો તરફથી ઉત્તમ પ્રતિસાદ મેળવ્યો છે. છેલ્લાં કેટલાંક મહિનાઓ પડકારજનક રહ્યાં છે ત્યારે એસએમબીને સક્ષમ બનાવવાના એમેઝોનના સતત પ્રયાસોથી અમારી વૃદ્ધિને વેગ આપવામાં અમને મદદ મળી છે. અમે સ્મોલ બિઝનેસ ડેમાં ફરી એકવાર સફળતા પ્રાપ્ત કરવા તથા નેબ્યુલાઇઝર્સ, થર્મોમીટર વગેરે જેવી અમારી આવશ્યક પ્રોડક્ટ્સ માટે વધુ ગ્રાહકોને આકર્ષવા માટે સજ્જ છીએ.”

સ્મોલ બિઝનેસ ડે ઉપરાંત Amazon.inએ જાહેર કર્યું છે કે તે 8 ડિસેમ્બર, 2020થી 14 ડિસેમ્બર, 2020 દરમિયાન ઓલ ઇન્ડિયા હેન્ડિક્રાફ્ટ્સ વીક 2020ની ઉજવણી કરશે. આ ઇવેન્ટ દેશના વિવિધ હિસ્સાઓમાં તૈયાર થતાં હેન્ડિક્રાફ્ટ્સ અંગે જાગૃતિ ફેલાવા તૈયાર કરવામાં આવી છે. આ ઉજવણીના ભાગરૂપે એમેઝોન ઇન્ડિયા વિશેષ સ્ટોર તૈયાર કરશે, જેમાં 80 હજારથી વધુ પરંપરાગત હેન્ડિક્રાફ્ટ્સ અને હેન્ડલૂમ પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરવામાં આવશે તેમજ કલાકારોની વાર્તા અને તેમના કામો દર્શાવીને તેમને ગ્રાહકોની વધુ નજીક લવાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.