વીજ ચોરી ઝડપવા ગયેલ ટીમ પર હુમલો કરી પથ્થરમારો કરતા વીજ કર્મીઓ જીવ બચાવી નાઠા
મેઘરજના નવા પાણીબાર ગામે થયો હુમલો
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લામાં અંતરિયાળ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં વીજચોરી થતી હોવાની અનેક બૂમો ઉઠી રહી છે વીજ ચોરીને અટકાવવા વીજ અધિકારીઓ અને કર્મચારીઓ દોડાદોડી કરતા હોય છે ત્યારે મેઘરજના નવા પાણીબાર ગામે નાયબ ઇજનેર અને સ્ટાફે વિજ ચેકીંગ હાથ ધરતા એક મકાનમાં વીજ થાંભલા પરથી સીધું કનેક્શન લઈ વીજ ચોરી થતી હોવાની ઝડપી પાડતા મકાન માલિકે કિકિયારીઓ કરતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા
અને પથ્થરો વડે હુમલો કરતા વીજકર્મીઓ જીવ બચાવી ભાગ્યા હતા ટોળાએ પીછો કરી વાહનો પર પથ્થર ઝીંકતા સરકારી ગાડીઓના કાચ તૂટી ગયા હતા વીજટીમ પર હુમલાની ઘટના બનતા ભારે ચકચાર મચી હતી યુજીવીસીએલના નાયબ ઇજનેરે ઇસરી પોલીસ સ્ટેશનમાં વીજ ટીમ પર હુમલો કરનાર સામે ફરિયાદ નોંધવા અરજી આપી હતી
મેઘરજ યુજીવીસીએલ કચેરીના નાયબ ઈજનેર હરીશ ક્લાસવા તેમની ટીમ સાથે વીજચોરી ઝડપી પાડવા ગ્રામ્ય વિસ્તારોમાં તપાસ હાથધરી હતી શનિવારે સાંજે નવા પાણીબાર ગામમાં રહેતા પ્રકાશ મકનાભાઈ ગામેતીના ઘરે ગેરકાયદેસર રીતે વીજથાંભલા પરથી વાયર જોડી ચોરી કરવામાં આવતી હોવાનું ઝડપી પાડતા પ્રકાશ ગામેતીએ કિકિયારીઓ કરી મુકતા ગામ લોકો દોડી આવ્યા હતા અને વીજટીમ સાથે માથાકૂટ કરતા હુમલો થાય
તે પહેલા સમય સુચકતા વાપરી વીજ કર્મીઓ સરકારી જીપમાં બેસી ગયા હતા અને સરકારી જીપ હંકારતા પ્રકાશ ગામેતી તથા જયદીપ ડામોર સરકારી જીપ આગળ પથ્થરો લઈ ધસી આવ્યા હતા
અને જયદીપ ડામોરે વીજટીમને તેના પપ્પા ખેડભ્રહ્મા જીઈબી માં નોકરી કરતા હોવાનું જણાવી માથાકૂટ કરતા માંડ માંડ સરકારી જીપ સાથે નીકળવાનો પ્રયત્ન કરતા બંને શખ્સોએ જીપ પર પથ્થરમારો કરતા સરકારી જીપના કાચ તૂટી ગયા હતા વીજ કર્મીઓ જીવ બચાવવામાં સફળ રહ્યા હતા વીજટીમ પર હુમલો થતા નાયબ ઈજનેર હરીશ ક્લાસવાએ વીજ ટીમ પર હુમલો કરનાર શખ્શો સામે કાયદેસરની કાર્યવાહી કરવા ઇસરી પોલીસ સ્ટેશનમાં અરજી આપતા ઇસરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી