ધુળેટા ગામે યુવકની હત્યા કરનાર ત્રણ હત્યારાઓને ગણતરીના કલાકોમાં દબોચતી પોલીસ
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ભિલોડાના ધુલેટા(પાલ્લા) ગામના કમલેશ ભાઈ નિનામાના પુત્ર દિવ્યેશનો જન્મ દિવસ હોવાથી બર્થડે પાર્ટી રાખી હતી જેમાં તેમનો મિત્ર કલ્પેશ કાંતિભાઈ ડામોર પણ સામેલ થયો હતો જન્મદિવસની ઉજવણીમાં ડી જે વગાડવા અંગે પાડોશીઓ સાથે કલ્પેશ ડામોરને ઝગડો થતા તેની અદાવત રાખી સગીર પુત્ર-પિતા સહીત એક શખ્શે લાકડીઓ વડે હુમલો કરી
ગડદા પાટુનો માર મારી મોતને ઘાટ ઉતારતા યુવકની હત્યાંના પગલે ભારે ચકચાર મચી હતી શામળાજી પોલીસે સગીર પુત્ર તેના પિતા અને અન્ય એક શખ્શ સામે હત્યાનો ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી પોલીસે અલગ અલગ ટિમો બનાવી ત્રણે હત્યારાઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ હત્યાના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો
શામળાજી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ધુળેટા (પાલ્લા) ગામે ત્રણ શખ્સોએ યુવકની હત્યા કરતા ડીવાયએસપી ભરત બસીયા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી હત્યારાઓને ઝડપી પાડવા શામળાજી પોલીસ સ્ટેશનની વિવિધ ટિમો બનાવી અલગ અલગ સ્થળે રેડ કરી કલ્પેશ ડામોરની હત્યા કરનાર સગીર તેના પિતા શીવારજ બદાભાઈ નિનામા અને રાજુભાઈ નાનજીભાઈ નિનામાને ગણતરીના કલાકોમાં દબોચી લીધા હતા.
ત્રણે હત્યારાઓના સરકારી ગાઈડ લાઈન અનુસાર કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ હાથધરી હતી ધુળેટા ગામે જન્મ દિવસની ઉજવણીમાં ડીજે વગાડવા જેવી સામાન્ય બાબતમાં હત્યાનો ભોગ બનેલ કલ્પેશ ડામોરના પરિવારજનો પોલીસતંત્રની કામગીરીની સરાહના કરી ત્રણે આરોપીઓને શખ્ત સજા કરવામાં આવેની માંગ કરી હતી