દેશને જવાનોની વીરતા અને નિસ્વાર્થ બલિદાન પર ગર્વ: મોદી
નવીદિલ્હી, દેશના સમ્માનની રક્ષા માટે સીમાઓ પર બહાદુરીથી લડાઇ લડનારા જવાનોને સમ્માનિત કરવા માટે દરેક સાત ડિસેમ્બરે સશસ્ત્ર સેના ઝંડા દિવસ મનાવવામાં આવે છે આ પ્રસંગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રી રાજનાથસિંહ ભારતીય સશસ્ત્ર સેનાઓના જવાનોની વીરતાને સલામ કરી.
વડાપ્રધાને જવાનોની વીરતાને સલામ કરતા સશસ્ત્ર સેના ઝંડા દિવસ આપણા સશસ્ત્ર દળો અને તેમના પરિવારો પ્રત્યે આભાર વ્યકત કરવાનો દિવસ છે. ભારતને તેમની વીરતા પણ સેવા અને નિસ્વાર્થ બલિદાન પર ગર્વ છે અમારી સેનાઓના કલ્યાણમાં યોગદાન આપો આ કાર્ય આપણા અનેક બહાદુર કર્મીઓ અને તેમના પરિવારોની મદદ કરશે.
રાજનાથ સિંહે કહ્યું કે સશસ્ત્ર સેના ઝંડા દિવસ પર હું ભારતીય સશસ્ત્ર દળોની વીરતા અને સેવાને સલામ કરૂ છું એક દિવસ આપણને પૂર્વ સૈનિકો યુધ્ધમાં ઘાયલ સૈનિકો અને તે લોકોના પરિવારોના કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે આપણા મહાન કર્તવ્યની યાદ અપાવે છે જેમણે દેશની રક્ષા કરતા પોતાનો જીવ ગુમાવ્યો દીધો.
ભારત ૧૯૪૯થી સશસ્ત્ર સેના ઝંડા દિવસના રૂપમાં સાત ડિસેમ્બરે મનાવ છે આ દિવસે જવાનો માટે ખુબ ખાસ માનવામાં આવે છે તેનું કારણ એ છે કે આ દિવસે ભારતીય સેના પોતાના બહાદુર જવાનોના કલ્યાણ માટે ભારતની જનતાથી ધન સંગ્રહ કરે છે આ દિવસોને સશસ્ત્ર સેના ઝંડા દિવસ કહેવામાં આવે છે.HS