Western Times News

Gujarati News

ઓટો પાર્ટસની આડમાં હરીયાણાથી ગુજરાતમાં આવતો આઠ લાખનો દારૂ જપ્ત

પ્રતિકાત્મક

નારોલનાં ગોડાઉનમાં દારૂની બોટલ ફુટતા જાણ થઈ

(પ્રતિનિધિ) અમદાવાદ, રાજયમાં દારૂબંધી હોવાથી બુટલેગરો દારૂ મેળવવા માટે અવનવા કિમીયા અપનાવતા હોય છે ત્યારે શહેરના નારોલ વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં ટ્રાન્સપોર્ટનો સામાન ખાલી કરતી વખતે એક કાર્ટુન અકસ્માતે તુટી જતાં તેમાં સંતાડીને હરીયાણાથી લાવવામાં આવી રહેલો દારૂ ઝડપાયો હતો. આ અંગે કાર્ગો કંપનીના મેનેજર દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા તપાસમાં કુલ આઠ લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે પીપળજ પીરાણા રોડ ઉપર શ્રીનાથ કાર્ગો નામની કંપની આવેલી છે.

રવિવારે સવારે દસ વાગ્યાના સુમારે તેમની કંપનીની એક ટ્રક હરીયાણાથી માલસામાન ભરીને આવી હતી જે ખાલી કરતા સમયે કેટલાંક કાર્ટુન અત્યંત વજનદાર હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. દરમિયાન એક કાર્ટુન આકસ્મીક રીતે પડી જતાં તેમાંથી વિદેશી દારૂ ઢોળાયું હતું આ જાેઈ ત્યાં હાજર મજુરો તથા મેનેજર ચોંકી ઉઠયા હતા અને મેનેજર ગૌરવ માધુર તથા આમીર વોરા તુરંત નારોલ પોલીસ સ્ટેશને પહોંચીને આ ઘટનાની જાણ કરતાં નારોલ પોલીસનો સ્ટાફ તાબડતોબ ગોડાઉન ખાતે આવ્યો હતો જયાં તમામ પાર્સલોની તપાસ કરતાં વિદેશી દારૂની આઠ લાખની કિંમતની કુલ ૧પ૬૦ બોટલો મળી આવી હતી. ઉપરાંત ૪૮ જેટલી તુટેલી બોટલો પણ મળી હતી જેને પગલે પોલીસે હરીયાણાથી માલ મોકલનાર કલીફોર્ડ એન્ટરપ્રાઈઝ, અમદાવાદ, ઓઢવની ઠાકુર દિલીપસીંગ એન્ટર પ્રાઈઝ તથા વિદેશી દારૂનો જથ્થો મેળવનાર રાજકોટની ભક્તિનગર ખાતે આવેલી ઓફીસનાં અજાણ્યા માલીકો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગેરકાયદેસર દારૂનો જથ્થો મોકલનારે તે પિસ્કીટ કીટ, કલચ પ્લેટ, લાઈનર જેવા સામાનની આડમાં તે મોકલ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.