Western Times News

Gujarati News

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનાં ૧૩૮૦ કેસ આવ્યા

ગાંધીનગર, ગુજરાતમાં હવે ધીરે-ધીરે કોરોના વાયરસના નવા કેસોમાં ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૩૮૦ કેસ નોંધાયા છે અને આ સાથે અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોના વાયરસના કુલ કેસનો આંકડો ૨૨૦૧૬૮ પર પહોંચ્યો છે. જ્યારે બીજી બાજુ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના ૧૫૬૮ દર્દીઓ સાજા થઈને પરત ફર્યા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના કારણે વધુ ૧૪ દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક ૪૦૯૫ થયો છે. જ્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં ૨૦૧૫૮૦ દર્દીઓ સાજા થયા છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૯,૬૭૭,૨૦૩ કેસ નોંધાયા છે અને ૧૪૦,૫૭૩ દર્દીઓના મોત થયા છે. જ્યારે બીજી બાજુ ૯,૧૩૯,૯૦૧ દર્દીઓ અત્યાર સુધીમાં કોરોના વાયરસને હરાવીને પરત ફર્યા છે.

રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર ૯૧.૫૬ ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ ૬૮૮૬૮ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ ૧૦૫૯.૫૧ પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૮૩,૧૦,૫૫૮ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૫,૪૨,૦૨૫ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

જે પૈકી ૫,૪૧,૮૭૭ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે ૧૪૮વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. જાે એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૧૪,૪૯૩ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર ૮૧ છે. જ્યારે ૧૪,૪૧૨ લોકો સ્ટેબલ છે. ૨૦,૧૫,૮૦ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૪૦૯૫ લોકોનાં મોત નિપજ્યા છે. આજે ૧૪ લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનના ૯, સુરત કોર્પોરેશન ૩, અમરેલી ૧, બોટાદમાં ૧, રાજકોટ કોર્પોરેશન ૧, રાજકોટ કોર્પોરેશનન ૧ વ્યક્તિ સહિત કુલ ૧૪ દદીેનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.