Western Times News

Gujarati News

બંધનાં કારણે ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Files Photo

નવી દિલ્હી: કેન્દ્રના કૃષિ કાયદાઓની વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંઘોએ મંગળવારે રાષ્ટ્રવ્યાપી બંધને કાૅંગ્રેસ સહિત વિભિન્ન વિપક્ષી પાર્ટીઓ અને ટ્રેડ યુનિયનો ઉપરાંત કેટલાક મજુર સંઘોનું પણ સમર્થન આપવાની જાહેરાત કરી છે. જેના પગલે ગુજરાત કાૅંગ્રેસ વહેલી સવારથી જ જાહેર રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.

ત્યારે ગુજરાત – રાજસ્થાન બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. આવતા જતા તમામ વાહનોને ત્યાં તહેનાત પોલીસ જવાનો તપાસી રહ્યાં છે. રાજસ્થાનમાં બંધના સમર્થનને પગલે બોર્ડર વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. શામળાજી-રતનપુર બોર્ડર પર પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.

ગુજરાત – રાજસ્થાન બોર્ડર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, ભારત બંધના પગલે અમદાવાદ શહેરમાં પણ સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે એમ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યુ છે. અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સતત પોલીસ પેટ્રોલીંગ કરવામાં આવી રહી છે. પ્રજાએ પોલીસ સાથે માસ્ક અંગે વિનમ્રતાથી વાત કરવા અપીલ કરી છે.

અમદાવાદ શહેરમાં જરૂર પડશે તો વોટર કેનન અને ટીયરગેસ છે. અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા ૮૬ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. શહેરની એએમટીએસ ,બીઆરટીએસ અને એસટી બસોના મુસાફરોને કોઈ તકલીફ ના પડે તે માટે પણ મીટીંગો કરીને પોલીસ બંદોબસ્ત આપવામાં આવશે. આ બંધને પગલે રાજ્યભરમાં પોલીસ ખડેપગે ઉભી રહી છે.

રાજયમાં પ્રવેશવાની તમામ ચેકપોસ્ટો ઉપર જતા આવતા વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. સાથો સાથ દરેક જિલ્લાઓમાં પ્રવેશવાના તમામ નાકા ઉપર પણ ચેકપોસ્ટો ઉભી કરી દેવામાં આવી છે. રાજયના તમામ સીનીયર પોલીસ અધિકારીઓને હેડકવાર્ટર્સ નહીં છોડવા માટે તાકીદ કરી દીધી છે.

સરકારી કે જાહેર પ્રોપટીને નુકસાન કરનારા તત્વો સામે સખ્ત પગલા ભરવા માટે પણ પોલીસ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. ભારત બંધ દરમ્યાન જાે કોઈ બળજબરીથી બંધ કરાવશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવાની ચિમકી રાજયના પોલીસ વડા આશિષ ભાટિયાએ ઉચ્ચારી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.