ચીને પાકિસ્તાની એરબેસ માટે ગુજરાત બોર્ડર પાસે ફાઈટર જેટ્સ મુક્યા
નવી દિલ્હી: પૂર્વ લદાખની વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત-ચીન વચ્ચે મહિનાઓથી ગતિરોધ ચાલુ છે. સ્થિતિ સતત તણાવપૂર્ણ છે. બંને દેશોએ અનેક રાઉન્ડ વાતચીત કરી છે પરંતુ હજુ સુધી પહેલા જેવી સ્થિતિ જાેવા મળી રહી નથી. પાડોશી દેશ હવે લદાખ બાદ ગુજરાતની સરહદ પર ચાલબાજી દેખાડવાની ફિરાકમાં છે. હકીકતમાં ચીન પાકિસ્તાની સેનાની સાથે મળીને સૈન્ય અભ્યાસ કરવા જઈ રહ્યું છે. જેના માટે તેણે ગુજરાત સરહદ પાસે બનેલા પાકિસ્તાની એરબેસ માટે ફાઈટર જેટ્સ અને સૈનિકો મોકલ્યા છે.
ચીને સોમવારે આ અંગે જાહેરાત કરતા કહ્યું વાયુસેનાની કવાયતનો ઉદ્દેશ્ય બંને સેનાઓના વાસ્તવિક યુદ્ધ તાલિમમાં સુધારો લાવવાનો છે. પીપલ્સ લિબરેશન આર્મીએ એક નિવેદનમાં કહ્યું કે પાકિસ્તાન-ચીન સંયુક્ત વાયુસેનાના અભ્યાસ શાહીન આઈએક્સમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના કરાચીથી ઉત્તર-પૂર્વમાં ભોલારીમાં સ્થિત પાકિસ્તાની વાયુસેનાના એરબેસ માટે ૭ ડિસેમ્બરે ચીની વાયુસેનાના સૈનિકોએ ઉડાણ ભરી.
શાહીન- આઈએક્સના સંક્ષિપ્ત નિવેદનમાં પાકિસ્તાન સાથે અભ્યાસ માટે પીએલએ વાયુસેનાની તૈનાતીની વધુ જાણકારી અપાઈ નથી. પરંતુ કહેવાયું છે કે આ સૈન્ય અભ્યાસ ડિસેમ્બરના અંતમાં સમાપ્ત થશે. નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે સંયુક્ત વાયુસેના અભ્યાસ, જે ડિસેમ્બરના અંતમાં સમાપ્ત થશે,
બંને દેશોની સેનાઓના સહયોગ યોજના હેઠળનો આ પ્રોજેક્ટ છે. જે ચીન-પાકિસ્તાનના સૈન્ય થી સૈન્ય સાથેના સંબંધોના વિકાસને પ્રોત્સાહન આપશે, બે વાયુસેનાઓ વચ્ચે વ્યવહારિક સહયોગને ગાઢ બનાવશે અને બંને પક્ષોના વાસ્તવિક યુદ્ધ તાલિમ સ્તરમાં સુધારો કરશે.
સપ્ટેમ્બર ૨૦૧૯માં ચીનના શિનજિયાંગમાં આોયોજિત કરાયેલા શાહીન ડ્રિલના અંતિમ સંસ્કરણમાં બંને દેશોના લગભગ ૫૦ ફાઈટર જેટ્સે ભાગ લીધો હતો. સેટેલાઈટ ઈમેજરી વિશેષજ્ઞ નામના ટિ્વટર હેન્ડલથી ટ્વીટ કરાઈ હતી કે ચીની વાયુસેનાના રૂ૨૦ હેલી લિફ્ટ પ્લેનને પાકિસ્તાનમાં ભોલારી એરબેસ પર ઉતરતું જાેવા મળ્યું. આ સાથે જ એક અન્ય અજાણ્યું વિજ્ઞાન પણ જાેવા મળ્યું.
એક જ માર્ગને ફોલો કરતા બે વિમાનો સંયુક્ત અભ્યાસમાં સામેલ થવાની શક્યતા છે. પીએલએ વાયુસેનાએ કહ્યું કે ભારત સાથે જાેડાયેલી એલએસીની નજીક ફાઈટર જેટ્સની તૈનાતી કરાઈ છે. ગત સપ્તાહે એક ચીની મીડિયા રિપોર્ટમાં કહેવાયું કે હાલમાં જ મોટી સંખ્યામાં ચીની ફાઈટર વિમાનોએ પશ્ચિમી થિએટર કમાન્ડના ચારે બાજુ ઊંડો અભ્યાસ કર્યો છે.