વૃદ્ધ મહિલાની ઉપરથી ટ્રક પસાર થવાં છતાં બચી ગઈ
નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર અનેકવાર નવા વીડિયો આવતા રહે છે. તેમાંથી કેટલાક વીડીયો એવા હોય છે જેને જાેઈને દરેક વ્યક્તિ આશ્ચર્યમાં મૂકાઈ જાય છે. દરેક વ્યક્તિ એવા વિચારમાં પડી જાય છે કે આવું થઈ કેવી રીતે શકે. આવો જ એક વીડિયો હાલમાં ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં જાેઈ શકાય છે કે રસ્તા પર એક મહિલાની ઉપરથી ભારે ભરખમ ટ્રક પસાર થઈ જાય છે. પરંતુ મહિલાને કોઈ ગંભીર ઈજા નથી થતી. આ વીડિયો લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની ગયો છે. ઇન્ટરનેટ પર વાયરલ થયેલો આ વીડિયો તમિલનાડુનો હોય એવું કહેવામાં આવી રહ્યું છે. તેને ચીનના મીડિયા પોર્ટલ સીજીટીએને ટ્વીટર પર શૅર કર્યો છે.
વીડિયો ૨ ડિસેમ્બરનોછે. તેમાં જાેઈ શકાય છે કે એક વૃદ્ધ મહિલા કોઈ કામથી ઘરની બહાર ગઈ હતી. આ દરમિયાન તે ગુલાબી સાડીમાં છે અને રસ્તો ક્રોસ કરી રહી હતી. ત્યારે એક ટ્રક ત્યાંથી વળી રહ્યો હતો. ટ્રક ચાલકની નજર મહિલા પર પડી જ નહીં અને મહિલા ટ્રકની નીચે પટકાઈ ગઈ. વીડિયોમાં સ્પષ્ટ જાેઇ શકાય છે કે મહિલાની ઉપરથી ટ્રક પસાર થઈને આગળ જઈને રોકાઈ ગઈ. આ દરમિયાન મહિલા રસ્તા પર જ પડી રહી.
જાેકે નસીબ સારા હતા કે મહિલા ટ્રકના ટાયરની નીચે ન આવતાં તે બચી ગઈ હતી. ટ્રક પણ ઊંચી હતી. એવામાં નીચેની જગ્યાના કારણે ટ્રક ઉપરથી પસાર થઈ ગઈ અને વૃદ્ધ મહિલાને કોઈ ગંભીર ઈજા ન થઈ. બાદમાં સ્થાનિક પોલીસે ટ્રક ચાલકની વિરુદ્ધ કેસ નોંધી લીધો અને તેની બેદરકારીથી ડ્રાઇવિંગ કરવાના આરોપમાં ધરપકડ કરી લીધી. આ વીડિયોને અત્યાર સુધી ૯૬૦૦ વાર જાેવામાં આવી ચૂક્યો છે. કેટલાક ઇન્ટરનેટ યૂઝર્સ તેને ભગવાનનો ચમત્કાર માની રહ્યા છે.