Western Times News

Gujarati News

માનવીને કોઈપણ પ્રકારની ઈચ્છા જ ન થાય એ તો લગભગ અશકય જ છે

એક પથ્થરફોડો રસ્તા પર પથ્થર ભાંગતો હતો. ધોમધખતો હોય કે સતત વરસાદ પડતો હોય, એનો હથોડો તો હંમેશાં પડયા જ કરતો. આટલી મહેનત પછી એને એટલી ઓછી મજૂરી મળતી હતી કે પેટ ભરીને ભોજન પણ પામી શકતો ન હતો. એક દિવસ પ્રખર તાપમાં કામ કરતાં કરતાં એને પોતાની આવી દયનીય દશા પર ઘણો રંજ થયો અને એ બોલ્યોઃ ‘જો મારી પાસે આરામ કરવા પલંગ હોત એના પર લાલ પડદો હોત તો…’

પથ્થરફોડો આમ બોલી રહયો ત્યાં તો એક દેવદૂત પ્રગટ થયો અને પથ્થરફોડાને કહ્યું ‘એમ થાઓ !’ બીજી જ ક્ષણે એ નિર્ધન પથ્થરફોડાએ પોતાને એક સુંદર ભવનમાં મોટા પલંગ પર સૂતેલો જાયો અને એ પલંગની આજુબાજુ લાલ લાલ પડદા લટકી રહયા હતા. એકવાર તે પોતાના પલંગ પર સૂતો હતો અને એણે જાયુંકે એ પ્રદેશના રાજાની સવારી એના દ્વાર આગળથી પસાર થઈ રહી છે. એના રથની આગળ-પાછળ લોકો ચાલી રહયા છે. અને રથ પર સ્વર્ણ-છત્ર ધરીને એક માણસ ઉભો છે. પથ્થરફોડાને આ જાઈને ઈર્ષા થઈ અને બોલ્યોઃ ‘જા હું પણ રાજા હોત તો…’

દેવદૂત ફરીથી આવ્યો અને જયાં એણે ‘એમ જાઓ !’ કહ્યું કે તરત જ એ પથ્થરફોડાએ જાયું કે પોતે પલંગ પર સૂતો નથી પણ એક સુસજજ રથ પર બેઠો છે. અને એની આગળ-પાછળ સશસ્ત્ર ઘોડેસવારો ચાલી રહયા છે અને પેલા રાજાની માફક જ એના શિર પર પણ સ્વર્ણ-છત્ર છે. તે થોડે દૂર રથ પર ગયો હશે ત્યાં જ સૂર્યના પ્રખર તાપથી તેને કષ્ટનો અનુભવ થયો. એણે મનમાં વિચાર્યુંઃ ‘ એ તે મારી કેવી દશા ? સૂર્યમાં મારું મો લાલચોળ થઈ રહયું છે અને સૂર્યને હું કશું કરી શકતો નથી. જા હું સૂર્ય હોત તો…’

આ વિચાર એના મનમાં આવ્યો, ત્યાં તો દેવદૂત પુનઃ આવી પહોંચ્યો અને પહેલાંની માફક આ વખતે પણ કહ્યુંઃ ‘એમ થાઓ.’ હવે એ પથ્થરફોડો સૂર્ય થઈ ગયો. એનાં બળબળતાં કિરણો ચારે દિશામાં ફેલાઈ ગયાં. પૃથ્વી પરના રાજાથીરંક સુધીના બધા લોકો તાપથી અકળાઈ ગયા. એટલામાં વાદળનો એક ટુકડો એની સામે આવ્યો. સૂર્યે વાદળને પોતાનાં કિરણોને રોકતું જાયું, તો ફરી એકવાર પોતાની દશા પર અસંતોષ ઉદ્‌ભવ્યો અને તે વિચારવા લાગ્યોઃ ‘જા વાદળ મારા કરતાં શકિતશાળી હોય, તો હું વાદળ જ શા માટે ન બનું !’

દેવદૂતના આશીર્વાદથી એ વાદળ બની ગયો. વાદળ બનીને એણે અતિવૃષ્ટિ કરી એટલો વરસાદ થયો. પૃથ્વી પરનાં બધાં નદીનાળાં છલકાઈ ગયાં. આખા જગતમાં ‘ખમૈયા કરો’ નો શોર મચ્યો, પણ એક પથ્થર પોતાનું મસ્તક ઉચું રાખી અડગ ઉભો હતો. પ્રલયસૃષ્ટિ પણ એને હલાવવા અસમર્થ હતી. એટલે હવે એને વાદળ બની રહેવાનું સારું ન લાગ્યું અને એની ઈચ્છા પથ્થર બનવાની થઈ. એની એ ઈચ્છા પણ પુરી થઈ અને તે પથ્થર બની ગયો.

પથ્થર બનીને હજી તો શ્વાસ પણ લે તે પહેલાં તો એક પથ્થરફોડો એને તોડવા લાગ્યો. હવે એને લાગ્યું કે, માનવ ખરેખર ઘણો શકિતશાળી છે અને મનમાં આમ વિચારતાં જ એ પુનઃ પથ્થરફોડો બની ગયો. ઈચ્છાઓ અદમ્ય છે. ઈશ્વરે જે સ્થિતી આપી હોય તેમાં સુખી થવાનો પ્રયત્ન કરવો, બાકી દુઃખનું મુળ ઈચ્છાઓ જ છે. માનવીને કોઈપણ પ્રકારની ઈચ્છા જ ન થાય એ તો લગભગ અશકય જ છે. એટલે ‘ઓછી ઈચ્છાઓ, ઓછું દુઃખ’ એ સૂત્ર સુખની ઈચ્છા રાખનારે અપનાવવું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.