શિલ્પા શેટ્ટીના ઇન્સ્ટાગ્રામમાં બધું ઊલટું દેખાઈ રહ્યું છે
મુંબઈ: શિલ્પા શેટ્ટીની હાલના સમયે સોશ્યલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે અને આ તેની પાછળનું કારણ છે ઊલટી તસવીર અને રિવર્સ કેપ્શન. ચાહકો પણ આશ્ચર્યમાં છે કે શા માટે તેણે રિવર્સ તસવીર શેર કરી છે. શિલ્પાએ જમ્પસૂટમાં પોતાની એક સુંદર તસવીર શેર કરી હતી. આ તસવીરમાં શિલ્પા કિચનમાં જાેવા મળી રહી છે. તસવીર જાેતા લાગે છે કે શિલ્પા રસોડામાં કંઈક બનાવવાની યોજના બનાવી રહી છે.
તસવીર શેર કરતા તેણે લખ્યું કે, આ તમારું મંડે રીમાઈન્ડર છે એ કહેવા માટે તમે લાજવાબ છો અને તમે બધું સંભાળી શકો છો. આ તસવીર શેર કરતી વખતે તેણે તંદુરસ્ત આહાર અને આરોગ્યપ્રદ જીવનશૈલી વિશે પણ વાત કરી છે. જાેકે ચાહકો આશ્ચર્યમાં છે કે તેણે આ ઊંધી તસવીર શા માટે પોસ્ટ કરી છે.
એક ચાહકે એ પણ પૂછ્યું છે કે તમે શા માટે તમારા ફોટોને ઉલટી અને કોમેન્ટ ઉલટી પોસ્ટ કરી છે? એકે યુઝરે લખ્યું છે આ ઉંધુંચત્તુ શું છે? અગાઉ પણ શિલ્પાએ તેની એક સમાન તસવીર શેર કરી હતી જેમાં તે ઉલટી જાેવા મળી રહી છે. જણાવી દઈએ કે હાલમાં જ શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુંદ્રાએ મુંબઈમાં એક રેસ્ટોરન્સ શરૂ કરવા જઈ રહ્યા છે.