Western Times News

Gujarati News

પકવાન ઓવરબ્રિજના છેડે કારની ટક્કરે વૃદ્ધનું મોત

અમદાવાદ:શહેરના એસજી હાઈવે પર નવા બનેલા પકવાન ઓવરબ્રિજના છેડે કારની ટક્કરે એક વૃદ્ધનું મોત થયું છે. વૃદ્ધને અડફેટે લીધા બાદ કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. બનાવને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને એમ્બ્યુલન્સ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે આ અકસ્માત તાજેતરમાં બનાવાયેલા પકવાન ફ્લાયઓવરના છેડે થલતેજ અંડરબ્રિજની નજીક થયો હતો. વૃદ્ધ રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે કાર ચાલકે તેમને ટક્કર મારી હતી.

જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા જ પકવાન ફ્લાયઓવરનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કરીને થલતેજ અંડરબ્રિજ સાથે જાેડવામાં આવ્યો છે. જાે કે, સોમવાર રાત્રે પૂરપાટ ઝડપે આવતી હોન્ડા સિટી કારના ચાલકે રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને ટક્કર મારી હતી.

મીડિયા રિપોર્ટ મુજબ અકસ્માતમાં ખોડાભાઈ ખાચર નામના વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સોમવારે રાત્રે થયેલા અકસ્માતમાં કારને પણ નુકસાન થયું છે. ટક્કર એટલી જાેરદાર હતી કે કારના બોનેટ અને કારનો આગળનો કાચ પણ તૂટી ગયો હતો. બનાવની જાણ થતાં ત્યાંથી પસાર થતાં વાહનચાલકોએ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ દોડી આવી હતી. સમગ્ર મામલે પોલીસે ફરાર કાર ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.