તાલાલા પંથકમાં ભૂકંપના ૧૦ આંચકા અનુભવાયા
ગીર સોમનાથ: સમગ્ર વિશ્વમાં કોરોનાનો ભય ફેલાયેલો છે. પરંતુ ગીર સોમનાથના તાલાલાના લોકો માટે તો એક તરફ વૈશ્વિક મહામારી કોરોના અને બીજી તરફ ભૂકંપના આંચકા. ગીરના તાલાલા પંથકમાં છેલ્લા ઘણા દિવસોથી ભૂકંપના આંચકાઓ અનુભવાય રહ્યા છે.
કોરોનાનાં કારણે ઘરની બહાર નીકળો તો વાયરસનો ભય અને ઘરમાં રહો ભૂકંપથી ઘર પડી જવાનો ભય જાઉં તો ક્યાં જાઉં. ગીરના ગામોમાં ભૂકંપને લઈ સતત ફફડાટ ફેલાયેલો છે. પરંતુ રવિવારની રાત્રે તો ભૂકંપે તો હદ કરી દીધી. તાલાળાના મોરૂક, સુરવા, ધાવા, બોરવાવ, જશાધાર અને વીરપુર સહિતના ગામોના લોકો ઘરની બહાર દોડી આવ્યા.
ત્યારબાદ સોમવારે સવારે ૭ વાગ્યે ૩૪ મિનિટ બીજાે આચકો અનુભવાયો હતો. જેની ૩.૧ની તીવ્રતા કેન્દ્ર બિન્દુ તાલાલાથી ૧૩ કેએમ દૂર. ૮ વાગ્યે ને ૬ મિનિટ ત્રીજાે આચકો ૧.૯ ની તીવ્રતા. તાલાલાથી ૫ કેએમ દૂર કેન્દ્ર બિંદુ. ૮ વાગ્યે ૧૨ મિનિટ ચોથી આચકો. તીવ્રતા ૨.૧ ની કેન્દ્ર બિંદુ ૧૨ કેએમ દૂર. ૯ વાગે ૨૬ મિનિટ પાંચમો આચકો ૩.૨ નો રિકટર સ્કેલ. કેન્દ્ર બિંદુ ૧૧ ાદ્બ દૂર નોંધાયું હતું. આમ ૧૦ કલાકમાં ૧૯ આંચકા અનુભવાયા. જાેકે આંમ છતાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અજય પ્રકાશના કહેવા મુજબ જિલ્લામાં કોઈ નુકસાન નથી. અને ૪ની તીવ્રતાથી વધુ આંચકો આવે તો નુકસાન થવાની સંભાવના છે. અને જિલ્લા તેમજ તાલુકા કક્ષાના અધિકારીઓ વોચમાં છે.
જીઓલોજીસ્ટનું માનવું છે કે મોટા ભાગના આંચકોઓ શિયાળાની ઋતુમાં જ આવે છે. અને તે આચકા ઓ માત્ર અમુક ગામો પૂરતા મર્યાદિત હોઈ છે. વિશ્વમાં જમીનના પેટાળમાં ૭ જેટલી પ્લેટો છે. જાે પ્લેટમાં હલચલ થઈ હોય તો તેનો વિસ્તાર ખૂબ મોટો હોઈ છે. પરંતુ તાલાળામાં આવી રહેલા આંચકા અમુક ગામો પુરતાજ છે. કારણ કે અહીં ગીર મા બ્લેક સ્ટોન છે અને વરસાદ ની સિજન મા ભારે વરસાદ બાદ આ બ્લેક સ્ટોન ના પેટાળ મા પાણી ઉતરે છે જેની વરાળ બને છે.