મને નજરકેદ કરવામાં આવી છે, મહેબૂબા મુફ્તીનો આક્ષેપ

નવી દિલ્હી, જમ્મુ કશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીએ એવો આક્ષેપ કર્યો હતો કે મને ફરી એકવાર નજરકેદ કરવામાં આવી હતી.
પોતાના આ આક્ષેપના સમર્થનમાં એણે બંધ બારણા પાછળથી લેવાયેલી એક વિડિયો ક્લીપ રજૂ કરી હતી. આ ક્લીપમાં મહેબૂબા ઘરની અંદર દેખાય છે અને એમના ઘરના દરવાજાને બહારથી લૉક કરી દેવામાં આવ્યો છે.
દરવાજા પાછળથી મહેબૂબા સિક્યોરિટીને વિનંતી કરી રહી છે કે દરવાજો ખોલો. પરંતુ બહારથી કોઇ પ્રતિભાવ મળતા નથી. મહેબૂબાએ ટ્વીટર પર લખ્યું હતું કે કોઇ પણ પ્રકારના વિરોધને કચડી નાખવા અને દબાવી દેવા નજરકેદ કરવાનું હાલની કેન્દ્ર સરકારને ફાવી ગયું હતું.
મહેબૂબાએ એવો દાવો કર્યો હતો કે બડગામમાં ઘણા લોકોને બેઘર કરી દેવામાં આવ્યા છે. મારે બડગામની મુલાકાતે જવું હતું પરંતુ મને ત્યાં જતી અટકાવવા નજરકેદ કરી દેવામાં આવી છે.