આંદોલનકારી કિસાનો દ્વારા અપાયેલ ભારત બંધને પગલે ખેડબ્રહ્માનુ બજાર બંધ
કિસાન આંદોલનના ભાગરૂપે અપાયેલ ભારત બંધના પગલે ખેડબ્રહ્માનું બજાર બંધ રહ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા નવા બનાવાયેલ કૃષિ વિધેયકનો વિરોધ કરીને તેને સંપૂર્ણપણે પાછો ખેંચવાની માગણી સંદર્ભે કેન્દ્ર સરકાર દ્વારા ચાલી રહેલ મીટિંગ દરમિયાન સરકાર પર વધુ દબાણ લાવવા ખેડૂત નેતાઓ દ્વારા ભારત બંધનું એલાન અપાયેલ જેને ભારતના ૨૦થી વધુ પક્ષોએ સમર્થન કરી બજારો બંધ કરાવવા સમર્થન કરતા અને તેના પગલે ખેડબ્રહ્માનુ બજાર બંધ રહ્યું હતું