Western Times News

Gujarati News

મોદીનો મોટો વાયદો, 3 વર્ષમાં દરેક ગામડામાં હશે હાઈસ્પીડ ઈન્ટરનેટ સુવિધા

નવી દિલ્હી, પીએમ મોદીએ આજે ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસને સંબોધન કરીને મોટુ એલાન કર્યુ હતુ.તેમણે ભારતમાં ડિજિટલ ટેકનોલોજીના વિસ્તરણ પર જોર આપતા કહ્યુ હતુ કે, મોબાઈલ પ્રોડ્કશન માટે ભારત હવે દુનિયામાં પસંદગીનો દેશ બનીર હ્યો છે.ભારત સૌથી વધારે વિકસતા મોબાઈલ માર્કેટની સાથે સૌથી ઓછા મોબાઈલ ટેરિફ વાળો દેશ છે.

તેમણે કહ્યુ હતુ કે, આવનારા ત્રણ વર્ષમાં મારી સરકાર દેશના દરેક ગામડામાં હાઈ સ્પીડ ઈન્ટરનેટની સુવિધા આપવા જઈ રહી છે.અમે ટેકનોલોજીમાં સતત બદલાવ કરી રહ્યા છે.જોકે મોબાઈલ ઈન્ડસ્ટ્રીએ એક ટાસ્કફોર્સ તૈયાર કરાવની જરુર છે જે દેશમાં જે પણ ઈલેક્ટ્રોનિક વેસ્ટ પેદા થઈ રહ્યો છે તેને હેન્ડલ કરવા માટે કામ કરી શકે.

પીએમ મોદીએ વધુમાં કહ્યુ હતુ કે, આપણે ફાઈવ જી સુવિધાને રોલ આઉટ કરવા માટે એક સાથે મળીને કામ કરવુ પડશે.તેનાથી લાખો ભારતીયોને સશક્ત બનાવી શકશે.મોબાઈલ ટેકનોલોજીના કારણે આજે લાખો ભારતીયોને ફાયદા મળી રહ્યા છે અને ગરીબોનુ પણ ભલુ થઈ રહ્યુ છે.કેટલાક યુવા ટેકનોક્રેટ મને કહેતા હોય છે કે, એક કોડના કારણે એક પ્રોડકટ સ્પેશ્યલ બની જાય છે તો કટેલાક બિઝનેસમેન કહે છે કે, કન્સેપ્ટ એવી વસ્તુ છે જે સૌથી વધારે જરુરી છે.ઈન્વેસ્ટર માને છેકે, કેપિટલ બહુ જરુરી છે પણ મારુ માનવુ છે કે, સૌથી જરુર યુવાઓનો પ્રોડક્ટ પરનો ભરોસો છે.

ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસનુ ત્રણ દિવસ માટે આયોજન થયુ છે અને તેના ઉદઘાટન સત્રમાં પીએમ મોદીએ સંબોધન કર્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.