સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મેઈન શાખાનું ભારત બંધને સમર્થન…!!
શટર બંધ રહેતા ગ્રાહકો મૂંઝવણમાં મુકાયા,મીડિયા પહોંચતા બેંકનું કામકાજ શરુ
કૃષી કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ મંગળવારે બંધનું એલાન આપતા મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે મુખ્ય મંત્રી વીજય રૂપાણીએ પણ ગુજરાત બંધ નહિ રહેની જાહેરાત કરી હતી
ત્યારે અરવલ્લી જીલ્લાના ભિલોડા શહેરમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મુખ્ય શાખાનું શટર બંધ રહેતા ગ્રાહકો મૂંઝવણમાં મુકાયા હતા બેંક બંધ રહેતા ગ્રાહકો વીલા મોઢે પરત ફર્યા હતા ત્યારે જાગૃત ગ્રાહકે આ અંગે મીડિયાનો સંપર્ક સાધતા પત્રકારો પહોંચતા જ બેંક મેનેજરે બેંકનું કામકાજ ચાલુ હોવાનો લુલો બચાવ કરી બેંકનું કામકાજ પૂર્વરત કરાયુ હતું
ભિલોડા નગરના હરીશ કોમ્પ્લેક્ષમાં કાર્યરત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેંકના શટર બેંકિંગ અવર્સમાં બંધ રહેતા બેંકમાં નાણાકીય લેવડ દેવડ અને બેંકની કામગીરી માટે આવેલા ગ્રાહકો મૂંઝવણમાં મુકાયા હતા બેંકમાં આવતા ગ્રાહકોને પણ બહાર થી જ નનૈયો ભણવામાં આવતો હોવાથી ગ્રાહકો પણ પરત ફરી રહ્યા હતા
ત્યારે બેંકના જાગૃત નાગરિક સ્ટેટ બેંકમાં પાસબુક ભરાવવા પહોંચતા બેંકના શટર બંધ જોઈ ચોકી ઉઠ્યો હતો અને આ અંગે મીડિયાનો સંપર્ક કરતાં મીડિયા સ્ટેટ બેંકની શાખામાં પહોંચતા બેંકના મેનેજર સહીત સ્ટાફ બચાવની મુદ્રામાં આવી ગયો હતો અને બેંકનું કામકાજ ચાલુ હોવાનું રટણ કર્યું હતું ત્યારે ભિલોડામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પણ બંધમાં જોડાઈ હોવાની ચર્ચા ચાલી હતી