પાકિસ્તાનની એક હોસ્પિટલમાં અચાનક ઓક્સિજન ખતમ થતાં અનેક દર્દીઓનાં મોત નિપજ્યાંઃ લોકોમાં ભારે રોષ
ઇસ્લામાબાદ, પાકિસ્તાનની એક મોટી હૉસ્પિટલમાં ઓક્સિજનની તંગી સર્જાવાથી કેટલાક પેશન્ટ મરણ પામ્યા હતા અને કેટલાકની સ્થિતિ ગંભીર હોવાના અહેવાલ હતા. વિરોધ પક્ષોએ સંબંધિત રાજ્યના આરોગ્ય પ્રધાનની માગણી કરતાં ઇમરાન ખાનના શાસનની આકરી ટીકા કરી હતી.
ઇંગ્લેંડના એક પ્રતિષ્ઠિત અખબારે પાકિસ્તાનના સરકારી અધિકારીઓને ટાંકીને પ્રગટ કરેલા અહેવાલમાં જણાવ્યા મુજબ શનિવારની રાત્રે ઓક્સિજનની તંગીથી ઓછામાં ઓછા છ કોરોના પેશન્ટ મરણ પામ્યા હતા. પેશાવરની સૌથી મોટી ગણાતી ખૈબર ટીચીંગ હૉસ્પિટલમાં આ બનાવ બન્યો હતો.
લેટેસ્ટ અહેવાલ મુજબ બે વર્ષના એક બાળકનું પણ ઓક્સિજનની તંગીને કારણે મરણ થયું હતું. હૉ્સ્પિટલે બાળકના મરણની પુષ્ટિ કરી હતી પરંતુ ઓક્સિજનની તંગીના કારણે મરણ થયાનો હેવાલ નકાર્યો હતો.