Western Times News

Gujarati News

ખેડૂતોનું ભારત બંધ શાંતિપૂર્ણ, ઘણા રાજ્યમાં જનજીવન ખોરવાયું

નવી દિલ્હી: દેશના જુદા જુદા ભાગોમાં ખેડુતોના ભારત બંધની જુદી જુદી અસર જાેવા મળી છે. કેટલાક સ્થળોએ ટ્રાફિક ખોરવાયો હતો તો કેટલાક સ્થળોએ વિરોધીઓ અને પોલીસ વચ્ચે સામાન્ય અથડામણ થઈ હતી. ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે સવારે ૧૧ થી બપોરે ૩ વાગ્યા સુધી ચક્કા જામનો ઉદ્દેશ્ય એ છે કે સામાન્ય વ્યક્તિને મુશ્કેલી ન પડે. દિલ્હી-એનસીઆરમાં અમુક અંશે ટ્રાફિક પ્રભાવિત થયો હતો. કેટલાક ઓટો અને ટેક્સી એસોસિએશનોએ પણ મંગળવારે ભારત બંધમાં ભાગ લીધો હતો અને રસ્તાઓ પર વાહનો ન ઉતારવાનો ર્નિણય કર્યો હતો, જ્યારે કેટલાક હડતાલથી દૂર રહ્યા હતા.

દરમિયાનમાં મુખ્યમંત્રી કેજરીવાલને નજરકેદ કરાયા હોવાના આરોપ સાથે આપે આઇટીઓ ખાતે ધરણા કર્યા હતા. ખેડૂતોએ નેશનલ હાઇવે -૨૪ બંધ કર્યો હતો. મંગળવારે સવારે ૧૧ વાગ્યે, ખેડુતોએ ગાઝિયાબાદ મેરઠ એક્સપ્રેસ વે પર ધરણા કર્યા હતા અને હાઈવે પરથી પસાર થતી ગાડીઓએ પરત ફરવાની ફરજ પડી હતી. જાે કે, આ સમય દરમિયાન, એમ્બ્યુલન્સને ખેડૂતો દ્વારા જવાનો માર્ગ કરી અપાતો હતો. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના કાર્યકરો રસ્તાઓ પર જાેવા મળ્યા હતા. રાજ્યના અનેક જિલ્લાઓમાં સપાના કાર્યકરોએ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું.

કામદારોએ પ્રયાગરાજ ખાતેના રેલ્વે સ્ટેશનની બહાર બુંદેલખંડ એક્સપ્રેસ ટ્રેન અટકાવી હતી. તેવી જ રીતે ગ્વાલિયરથી મધુવાદિહ જતી ટ્રેનને પણ વચ્ચેથી અટકાવી દેવામાં આવી હતી. ટાઉનશીપમાં ભારત બંધના આંદોલનના સમર્થનમાં, દુકાનને બંધ કરવા માટે ગાંધીનગર પક્કે બજારમાં રેલી કાઢનારા સમર્થકો પર પોલીસે લાકડીઓ વિંઝી હતી.

ગોવા પર ‘ભારત બંધ’ ના આહવાનની કોઈ અસર નહોતી. ખાનગી અને સરકારી કચેરીઓ, બજારો અને જાહેર પરિવહન તમામ સામાન્ય રીતે કાર્યરત હતા. મધ્યપ્રદેશના અનેક ભાગોમાં વિરોધ પ્રદર્શનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ જ ક્રમમાં વિરોધીઓએ ગ્વાલિયરમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરના નિવાસ સ્થાને વિરોધનો પ્રયાસ કરાયો કર્યો. પોલીસે વિરોધ કરનારાઓની અટકાયત કરી હતી.

આ જ ક્રમમાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂત નેતાઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. જાે કે, ગ્વાલિયરના બજારો મંગળવારે બંધ રહતા હોઈ, મોટાભાગના બજારો બંધ રહ્યા હતા. પશ્ચિમ બંગાળમાં ‘ભારત બંધ’ ની આંશિક અસર જાેવા મળી હતી. વિરોધ પ્રદર્શન કરનારાઓએ અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મોટા ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીનાં પુતળાંનું દહન કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.