પુત્રીને ફોન આપતા પિતાની પ્રેમી લીલાનો ભાંડો ફૂટ્યો
કર્ણાટક: કોરોના વાયરસના કારણે સ્કૂલો ફરી ખોલવાનું મુશ્કેલ બની રહ્યું છે. આવામાં વિદ્યાર્થીઓની સાથે વાલીઓ માટે પણ પોતાના બાળકોના ઓનલાઈન શિક્ષણનું ટાઈમ ટેબલ પ્રમાણે ચાલવું મુશ્કેલ થઈ રહ્યું છે. આવામાં ઓનલાઈન ક્લાસ એટલે કે સીધા ઈન્ટરનેટ દ્વારા જાેડાયેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો તરફથી કેટલાક કિસ્સા પણ સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો કર્ણાટકથી સામે આવ્યો છે જેમાં એક પિતાને પોતાની દીકરીને ઓનલાઈન ભણવા માટે મોબાઈલ ફોન આપવું મોંઘું પડ્યું છે.
પિતાએ દીકરીને ઓનલાઈન ક્લાસ માટે પોતાનો મોબાઈલ ફોન આપ્યો હતો. જાે કે આ દરમિયાન પિતાનું પરિવારથી છૂપાવેલું બહાર અફેર ચાલતું હતું તે છતું થઈ ગયું. આ ઘટના કર્ણાટકાના મંડ્યા તાલુકાની છે.
કોઈ અન્ય મહિલા સાથે પ્રેમ લીલા કરતા પોતાના પિતાનો વીડિયો સામે આવ્યા બાદ દીકરી અને તેની માતા બન્ને ગુસ્સામાં આવી ગયા. દીકરીએ તેની માતાને કહ્યું કે તે પોતે પિતા સાથે દેખાતી મહિલાને સજા કરવા માગે છે. પોલીસ અને સ્વૈચ્છિક સંસ્થા પરિવારમાં ઉભા થયેલા કલેશનું સમાધાન લાવવા માટે પ્રયાસ કર્યા છે.
આ કેસમાં મહિલા છૂટાછેડાની માગણી કરી રહી છે, બીજી તરફ પતિ દ્વારા માગણી કરવામાં આવી રહી છે કે તેમના પરિવારે ફરી એક થઈ જવું જાેઈએ. કથિત વીડિયો સામે આવ્યો તે પુરુષના લગ્ન જીવનને ૧૮ વર્ષનો સમય થયો છે અને આ દંપત્તિની એક ૧૫ અને એક ૧૭ વર્ષની એમ બે દીકરીઓ છે.
પોલીસે જણાવ્યું કે આ ભાંડો ત્યારે ફૂટી ગયો જ્યારે ઓક્ટોબરમાં પિતાએ પોતાની મોટી દીકરીને ઓનલાઈન ક્લાસ માટે ફોન આપ્યો હતો, જે ધોરણ-૧૨માં અભ્યાસ કરી રહી છે. ફોનમાં રહેલા ફોટો અને વીડિયો છોકરી જાેઈ રહી હતી ત્યારે તેના હાથમાં પિતાનો અન્ય મહિલાઓ સાથે પ્રેમ લીલા કરતો વીડિયો હાથમાં આવી ગયો, જે મહિલા પરિવારના સગામાં છે. કથિત રીતે આ વીડિયોમાં પુરુષે અન્ય મહિલા સાથેના રોમાન્સને ફોનના કેમેરાથી કેદ કર્યો હતો. જ્યારે પત્નીને પોતાના પતિના લફરા વિશે ખબર પડી તો તેણે આ વિશે પોલીસ અને મહિલાઓની સંસ્થાને જાણ કરી કે, તેઓ પર સ્ત્રી સાથે સંબંધ રાખનારા પતિ સામે પગલા ભરે. જેમાં નોન-કોગ્નિઝિબલ રિપોર્ટ ફાઈલ કરાયો છે.
પોલીસે જણાવ્યું કે પુરુષો કપલની વચ્ચે રહેલી પવિત્રતાને ઠેસ પોહોંચાડી છે. પોલીસે જણાવ્યું કે એડલ્ટ્રી કોઈ મોટો ગુનો નથી, વીડિયોના કન્ટેન્ટ મુજબ પત્ની કાર્યવાહી કરવાની માંગ કરે છે. જાેકે, પોલીસે જણાવ્યું કે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ ૨૦૦૦ પ્રમાણે કાર્યવાહી થઈ શકે છે. અમે જાેયું છે કે પુરુષો મહિલાની મંજુરી વગર જ વીડિયો ઉતાર્યો છે અને તેમણે આ અન્ય ડિવાઈસમાં પણ વીડિયો છૂપાવ્યો હોઈ શકે છે.