સીતારમણ દુનિયાની ૧૦૦ શક્તિશાળી મહિલાની યાદીમાં
ન્યૂયોર્ક: ભારતના નાણામંત્રી ર્નિમલા સીતારમણના નામે વધુ એક સિદ્ધિ જાેડાઈ છે. ફોર્બ્સે સીતારમણને દુનિયાની સૌથી વધુ શક્તિશાળી એવી ૧૦૦ મહિલાઓની યાદીમાં તેમનું નામ સામેલ કર્યું છે. આ સૂચિમાં ર્નિમલા સીતારમણ ઉપરાંત અમેરિકાના નવા ચૂંટાઈ આવેલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ, બાયોકોનના સંસ્થાપક કિરણ મજૂમદાર શો, અને એચસીએલ એન્ટરપ્રાઈઝના સીઈઓ રોશની નડાર મલ્હોત્રા પણ છે. જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ સતત દસ વર્ષથી સૂચિમાં ટોપ પર છે. ૧૭મી વાર્ષિક ફોર્બ્સ પાવર લિસ્ટમાં ૩૦ દેશોની મહિલાઓ સામેલ છે.
ફોર્બ્સે આ અંગે જાણકારી આપતા કહ્યું કે સૂચિમાં દસ દેશોના પ્રમુખ, ૩૮ સીઈઓ, અને પાંચ મનોરંજન ક્ષેત્ર સાથે જાેડાયેલી મહિલાઓ છે. ભલે તે ઉંમર, રાષ્ટ્રીયતા, અને અલગ અલગ વ્યવસાયમાંથી હોય, પરંતુ ૨૦૨૦ના પડકારોનો સામનો કરવા માટે તેમણે પોતાના મંચોનો ઉપયોગ એક પ્રકારે કર્યો છે. નાણામંત્રી સીતારમણ આ સૂચિમાં ૪૧માં ક્રમે છે. રોશની નડાર મલ્હોત્રા ૫૫માં સ્થાને અને કિરણ મજૂમદાર શો ૬૮માં સ્થાને છે.
લેન્ડમાર્ક સમૂહના પ્રમુખ રેણુકા જગતિયાની સૂચિમાં ૯૮માં ક્રમે છે. જ્યારે મર્કેલ સતત દસમા વર્ષે પહેલા સ્થાને કાયમ છે. પોતાના નિવેદનમાં ફોર્બ્સે કહ્યં કે મર્કેલ યુરોપના પ્રમુખ નેતા છે અને જર્મનીને નાણાકીય સંકટમાંથી બહાર કાઢીને ક્ષેત્રની સૌથી મોટી અર્થવ્યવસ્થાનું નેતૃત્વ કરી રહ્યા છે. અમેરિકાના નવા ચૂંટાઈ આવેલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પહેલા અશ્વેત મહિલા છે જે આ પદ પર પહોંચ્યા છે. સૂચિમાં તેઓ ત્રીજા સ્થાને છે.
લિસ્ટમાં ન્યૂઝિલેન્ડના પ્રધાનમંત્રી જેસિન્ડા આર્ડર્ન બીજા સ્થાને છે અને તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેન ૩૭માં સ્થાને છે. વેને કોરોના મહામારીથી પોતાના દેશને બચવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. કોરોના સાથે જંગને તાઈવાને જે રીતે લડી છે તેના વખાણ આખી દુનિયા કરી ચૂકી છે. ફોર્બ્સની શક્તિશાળી મહિલાઓની યાદીમાં અમેરિકી બહુરાષ્ટ્રીય કંપની યુનાઈટેડ પાર્સલ સર્વિસ કૈરોલના નવા સીઈઓને ૧૧મું સ્થાન મળ્યું છે અને કેલિફોર્નિયાના ક્લોરોક્સ લિન્ડા રેન્ડલેના પ્રમુખને ૮૭મું સ્થાન મળ્યું છે.