Western Times News

Gujarati News

સુરજ પંચોલીને ફિલ્મોમાં લાંબા સમયથી કામ નથી મળતું

મુંબઈ: બોલિવૂડ એક્ટર આદિત્ય પંચોલીના દીકરા સૂરજ પંચોલીએ અત્યાર સુધીમાં માત્ર ૨ ફિલ્મોમાં એક્ટિંગ કરી છે. સૂરજ પંચોલી તેની એક્ટિંગ કરતા એક્ટ્રેસ જિયા ખાનની આત્મહત્યાના કારણે વધુ ચર્ચામાં રહ્યો હતો. હાલમાં જ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત વખતે પણ સૂરજ પંચોલીનું નામ ઉછળ્યું હતું અને તેણે આ મુદ્દે સ્પષ્ટતા પણ કરી હતી. હવે એક્ટર સૂરજ પંચોલીના જણાવ્યા મુજબ તેને બોલિવૂડમાં કામ મેળવવું ખૂબ મુશ્કેલ પડી રહ્યું છે.

એક્ટર સૂરજ પંચોલીએ વર્ષ ૨૦૧૫માં આવેલી બોલિવૂડ ફિલ્મ ‘હીરો’થી એક્ટિંગમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ ૪ વર્ષ પછી તે ફિલ્મ ‘સેટેલાઈટ શંકર’માં જાેવા મળ્યો હતો. એક ઈન્ટરવ્યુમાં સૂરજ પંચોલીએ તે વાત સ્વીકારી હતી કે બોલિવૂડમાં તેને કામ મેળવવામાં મુશ્કેલી નડી રહી છે. કારણકે બોલિવૂડ એક્ટ્રેસ જિયા ખાનના સુસાઈડ કેસમાં સૂરજ પંચોલીને પણ આરોપી બનાવવામાં આવ્યો છે.

સૂરજ પંચોલીએ કહ્યું કે કેટલાંક લોકો તેની સાથે કામ કરવા માટે તૈયાર હતા પણ છેલ્લા ૭ વર્ષમાં જિયા ખાનના સુસાઈડનો કેસ ખતમ નહીં થતાં લોકો તેની સાથે કામ કરવાથી બચી રહ્યા છે. એક્ટર સૂરજ પંચોલીએ એવું પણ જણાવ્યું કે ગમે તેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમ છતાં તે પોતાનો સંઘર્ષ ચાલુ રાખશે.

અહીં ઉલ્લેખનીય છે કે એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ પણ સૂરજ પંચોલીનું નામ ઉછળ્યું હતું. એવા રિપોર્ટ્‌સ સામે આવ્યા હતા કે સૂરજ અને સુશાંત વચ્ચે એક નાઈટ ક્લબમાં ઝઘડો થયો હતો. પરંતુ, સૂરજ પંચોલીએ આ પ્રકારની વાતોને નકારી દીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.