ખેડૂતોના વિરોધ પ્રદર્શન પાછળ ચીન અને પાકિસ્તાનનો હાથ
નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેએ બુધવારે દાવો કર્યો કે ત્રણ નવા કૃષિ કાયદાને પરત લેવાની માંગને લઈ ચાલી રહેલા ખેડૂતોના વિરોધ પ્રદર્શન પાછળ ચીન અને પાકિસ્તાનનો હાથ છે. તેઓએ એવો પણ આરોપ લગાવ્યો કે સંશોધિત નાગરિકતા અધિનિયમ અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટ્રેશનને લઈને પહેલા મુસલમાનોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા, પરંતુ આ પ્રયાસ સફળ થયો નહીં. તેઓએ કહ્યું કે હવે ખેડૂતોને કહેવામાં આવી રહ્યું છે કે નવા કાયદાના કારણે તેમને નુકસાન થશે. તેઓએ કહ્યું કે, જે આંદોલન ચાલી રહ્યું છે, તે ખેડૂતોનું નથી.
તેની પાછળ ચીન અને પાકિસ્તાનનો હાથ છે. આ દેશમાં મુસલમાનોને પહેલા ભડકાવવામાં આવ્યા. તેઓએ કહ્યું કે, એ પ્રયાસ સફળ નથી થયા અને હવે ખેડૂતોને કહેવામાં આવી રહ્યું છે કે તેમને નુકસાન સહન કરવું પડશે. આ બીજા દેશોનું કાવતરું છે. જાેકે મંત્રીએ આ વિશે વિસ્તારથી ન જણાવ્યું કે કયા આધાર પર તેઓએ આ દાવો કર્યો છે કે ખેડૂતોના વિરોધ પાછળ બંને પડોશી દેશો છે. દાનવેએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોના વડાપ્રધાન છે અને તેમનો કોઈ પણ ર્નિણય ખેડૂતોની વિરુદ્ધ નહીં હોય.
ખેડૂતોના વિરોધ પ્રદર્શનમાં ચીન અને પાકિસ્તાનને ખેંચવા માટે દાનવે પર કટાક્ષ કરતાં શિવસેના પ્રવક્તા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અરવિંદ સાવંતે કહ્યું કે મહારાર્ષ્તમાં સત્તા ગુમાવવાના કારણે બીજેપી નેતા પોતાના હોશમાં નથી. તેમને ખબર જ નથી કે તેઓ શું બોલી રહ્યા છે.