Western Times News

Gujarati News

સ્ટેટ વિજિલન્સના ભરૂચ જીલ્લામાં સતત વિદેશી દારૂ પર દરોડાથી પોલીસ બેડામાં ખળભરાટ

ઝઘડિયા જીઆઈડીસીના સરદારપુરા પાર્કિંગ માંથી ૨૫.૬૨નો દારૂ તથા બે આઈસર ટેમ્પા મળી કુલ ૪૫.૬૨ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો.

વાલિયાના વટારીયા ખાતેથી ૩.૫૭ લાખનો વિદેશી દારૂ ઝડપી પડ્યા બાદ ઝઘડિયા જીઆઈડીસીના પાર્કિંગ માંથી ૪૫.૬૩ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડયો.

અલગ અલગ બ્રાન્ડની કુલ ૧૫,૪૬૧ નંગ બોટલ સહિત બે બંધ બોડીના કન્ટેનર ટાઈપ આઈસર ટેમ્પા સહીત ૪૫.૬૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા ગતરોજ મોડી સાંજે ઝઘડિયા જીઆઈડીસીના સરદારપુરા તરફના વાહન પાર્કિંગ પ્લોટમાંથી બંધ બોડીના કન્ટેનર ટાઈપ બે આઇસર ટેમ્પા વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડયા છે.સ્ટેટ મોનીટરીંગ ટીમ દ્વારા ઝડપાયેલ દારૂ ઝઘડિયા પોલીસ મથકે લાવી તેની ગણતરી કરતા કુલ ૧૫,૪૬૧ નંગ અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ ટેમ્પામાં ભરેલી હતી.કુલ ૪૫.૬૨ લાખથી વધુ વિદેશી દારૂ તથા બે આઈસર ટેમ્પા મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ સ્ટેટ મોનીટરીંગ ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના વિસ્તારમાં મોટા પાયે દારૂ-જુગારની ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ બાબતે કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ હતી.ગતરોજ વાલિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયા બાદ સ્ટેટ મોનીટરીંગ ટીમને બાતમીદાર થી માહિતી મળી હતી કે ભરૂચ જીલ્લાના નયન કિશોરભાઈ કાયસ્થ ઉર્ફે નયન બોકડો તથા પરેશ ઉર્ફે ચકો શનાભાઈ ચૌહાણ વડોદરા વાળો તથા સતીશ ચંદુભાઈ વસાવા ઉર્ફે સતયો ગાંડો રહેવાસી નવાગામ કરારવેલ અંકલેશ્વરનાઓ ભેગા મળી ભાગીદારીમાં ભારતીય બનાવટનો પરપ્રાંતિય દારૂનો જથ્થો બીજા રાજ્ય માંથી લાવી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી અને વેચાણ કરાવે છે અને હાલમાં ઝઘડિયા જીઆઈડીસીના સરદારપુરા પાર્કિંગમાં બે આઈસર ટેમ્પા જેમાં આઈસર ટેમ્પા ત્રણેય ઈસમો ભેગા મળી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી સંગ્રહ કરી રાખેલ છે.

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા બાતમી વાળી જગ્યાએ છાપો મારતા પાર્કિંગમાં આઈસર ટેમ્પો સાઈડમાં પાર્ક કરેલ જણાયા હતા. બંને ટેમ્પાને પાછળથી તાળુ મારેલ હોય તેને તોડી અંદર જોતા ભારતીય બનાવટના પરપ્રાંતીય દારૂનો જથ્થો ભરેલ હતો.બીજા ટેમ્પામાં તારું મળેલ હોય તેને તોડી જોતાં તેમાં પરપ્રાંતિય દારૂનો જથ્થો ભરેલ હતો. ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ બંને આઇસર ટેમ્પા ઝઘડિયા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા.વિદેશી દારૂનો જથ્થો ઝઘડિયા પોલીસ મથક લાવ્યા બાદ બંને ટેમ્પામાં મળી કુલ ૧૫,૪૬૧ નંગ અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી બોટલો મળી આવી હતી.

વિદેશી દારૂની બોટલનો જથ્થો કુલ રૂપિયા  ૨૫,૬૨,૪૮૦ તથા બે આઈસર ટેમ્પા મળી કુલ ૪૫,૬૨,૪૮૦ નો મુદ્દામાલ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો અને ભરૂચ જીલ્લાના તથા વડોદરા જીલ્લાના મળી કુલ ત્રણ બુટલેગરો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં (૧) નયન કિશોરભાઈ કાયસ્થ ઉર્ફે નયન બોબડો રહે. દાંડિયા બજાર,ભરૂચ (૨) પરેશ ઉર્ફે ચકો શનાભાઈ ચૌહાણ રહે.કારેલીબાગ,વડોદરા (૩) સતીશ ચંદુ વસાવા અલ્પેશ સતયો ગાંડો રહે.

નવાગામ કરારવેલ તા.અંકલેશ્વર તથા બંને આઈસર ટેમ્પાના ચાલક તથા વિદેશી દારૂનો જથ્થો ગેરકાયદેસર રીતે ગુજરાતમાં મોકલનાર આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.તો સ્ટેટ વિજિલન્સે વિપુલ પ્રમાણ માં ભરૂચ જીલ્લા માંથી બે દિવસ માં ઝડપાયેલા વિદેશી દારૂના પગલે પોલીસ બેડા માં ખળભરાટ મચી જવા પામ્યો છે.
આટલી મોટી માત્રામાં વિદેશી દારૂ નો જથ્થો ઝઘડિયા પોલીસ મથકની‌ હદમાં લાવી વેચાણ‌ થતુ હોય જેથી ઝઘડિયા પોલીસ ઉંઘતી ઝડપાય હતી.હવે જોવાનું રહ્યુ કે રાજ્ય પોલીસ વડા ઝઘડિયા પોલીસ મથકના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ શું પગલાં ભરે છે !


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.