બ્રિટન બાદ ઈઝરાયેલમાં 27 ડિસેમ્બરથી રસીકરણ
જેરૂસલેમ, બ્રિટન બાદ હવે ઈઝરાયેલે પણ કોરોના વેક્સિન મુકવાનુ અભિયાન શરુ કરવાની જાહેરાત કરી છે.બ્રિટનમાં રસીકરણ શરુ થઈ ગયુ છે અને ઈઝરાયેલમાં તેની શરુઆત 27 ડિસેમ્બરથી થશે.
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂએ જાહેરત કરી છે કે, દેશમાં કોરોનાની રસી મુકવાનુ શરુ કરવામાં આવશે.આામ ઈઝરાયેલ એવા ગણતરીના દેશો પૈકીનો એક બની ગયો છે જેણે રસી માટે પહેલ કરી છે.ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલના પાડોશી દેશ યુએઈમાં કોરોનાને રોકવા માટે ચીનની વેક્સિનની ટ્રાયલ થઈ છે અને આ વેક્સિન 86 ટકા અસરકારક હોવાનો દાવો કરવામાં આવ્યો છે.