2024માં આવશે મેલેરિયાની રસી, દર વર્ષે ચાર લાખ લોકો મોતને ભેટે છે
નવી દિલ્હી, કોરોનાની વેક્સિન બનીને ટ્રાયલના સ્ટેજ પર છે.કેટલીક કોરોના વેક્સિનની ટ્રાયલ પુરી થઈ ગઈ છે અને તેનો ઉપયોગ શરુ થઈ ગયો છે.બીજી તરફ દર વર્ષે હજારો લોકોના જીવ લેનાર મેલેરિયાની રસી માટે હજી દુનિયાને 2024 સુધી રાહ જોવી પડશે.
ભારતમાં તો મેલેરિયાની બીમારી વ્યાપક છે.મચ્છરોના ત્રાસથી લોકો બીમાર પડતા હોય છે અને ઘણા જીવ ગુમાવતા હોય છે.હાલમાં મેરેલિયાની વેક્સિન પર કામ ચાલી રહ્યુ છે.બ્રિટનના જાણીતા વૈજ્ઞાનિક એડ્રિયન હિલના કહેવા પ્રમાણે ઓક્સફર્ડ યુનિવર્સિટી આ વેક્સિન તૈયાર કરી રહી છે અને 4800 લોકો પર તેનો ટ્રાયલ નવા વર્ષે કરવામાં આવશે.આ પહેલા પણ તેની એક ટ્રાયલ થઈ ચુકી છે અને તેના સારા પરિણામ મળ્યા છે.એડ્રિયનના કહેવા પ્રમાણે 2024 સુધીમાં વેક્સિન બજારમાં ઉપલબ્ધ હશે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના કહેવા પ્રમાણે દુનિયામાં દર વર્ષે ચાર લાખ લોકોના મેલેરિયાથી મોત થાય છે.ગયા વર્ષે આંકડો 4.09 લાખ હતો.મેલેરિયા બાળકો માટે મોટો કિલર સાબિત થઈ રહ્યો છે.દર 30 સેકન્ડે એક બાળકનુ મોત મેલેરિયાથી થાય છે.જેમાં 90 ટકા કેસ આફ્રિકાના સહારા વિસ્તારના હોય છે.
એડ્રિયન હિલ કહે છે કે, વેક્સિન આવ્યા બાદ આ મોતને રોકી શકાશે.મેલેરિયા એક પબ્લિક હેલ્થ ઈમરજન્સી છે.